
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી ચહલના બહુ ગાજેલા છુટાછેડા થયા બાદ પણ ધનશ્રી વર્મા વિશે સોશિયલ મીડિયામાં કંઈ કંઈ વાયરલ થતું રહે છે. ધનશ્રીને ભરણપોષણ માટે કેટલા કરોડ મળ્યાથી માંડી તેના નવા બૉયફ્રેન્ડ વિશે પણ ચર્ચા થતી રહેતી હોય છે.
લગ્નના ચાર વર્ષમાં આ સેલિબ્રિટી કપલ અલગ થયું અને હાર્દિક પંડ્યા અને નતાશાની જેમ તેમના સંબંધોની ચર્ચા પણ ચોરેકોર થઈ. આ બધા વચ્ચે ધનશ્રી ઘણી ટ્રોલ પણ થઈ હતી. આ ઘટનાને સમય વિત્યો છે ત્યારે ધનશ્રીએ એક મીડિયા હાઉસને ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણે આ બધા વિશે ખુલીને ચર્ચા કરી છે.
આપણ વાંચો: આજથી પતિ-પત્ની નથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા, પોસ્ટ શેર કરી કહ્યું કે…
ધનશ્રીએ કહ્યું, પહેલા દિવસથી જ, નેગેટિવિટી અને ટ્રોલિંગની મારા પર જરાય અસર થઈ નથી. કારણ કે મારી ઇચ્છાશક્તિ મજબૂત છે. હું કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરું છું કારણ કે મારી પાસે ઘણી જવાબદારીઓ છે. હું માનું છું કે તમારું કામ પોતે જ બોલવું જોઈએ.
હું એવી બાબતોને પર ધ્યાન જ નથી આપતી જે મારી પ્રગતિ માટ અવરોધરૂપ બને. હું મારા માટે લક્ષ્યો નક્કી કરું છું અને જ્યાં સુધી હું તે પ્રાપ્ત ન કરું ત્યાં સુધી તેનો પીછો કરતી રહું છું.
છૂટાછેડા પછી તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે ધનશ્રીએ કહ્યું કે હવે હું મારી જાત પર વધુ ધ્યાન આપી રહી છું. હું પહેલાથી જ મહેનતુ હતી પણ હવે મેં મારામાં ઘણો બદલાવી લાવી નવી પરિસ્થિતિ સાથે એડજસ્ટ કરી લીધું.

હું સ્વ-પ્રેમ, શિસ્ત, કસરત, સારો ખોરાક અને મને પ્રેમ કરતા લોકો સાથે સમય વિતાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હું મારી યાત્રાને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનાવવા માંગુ છું.
આપણ વાંચો: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લઈ રહ્યા છે ‘Divorce’? ભર્યું આ મોટું પગલું…
નૃત્ય અને અભિનય મારા શોખ છે. આ એવી બાબતો છે જે મને સકારાત્મક રાખે છે. છેવટે લોકો પડકારોમાંથી શીખે છે. જે પણ થયું ત્યારબાદ મેં મારી જાતને નવેસરથી ઓળખી. હવે હું ફક્ત કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.
ધનશ્રી ફરી રિલેશનશિપમાં છે તેવી વાતો પણ વાયરલ થઈ હતી. આ અંગે તેણે કહ્યું કે હું હજુ પણ માનું છું કે જીવનમાં પ્રેમ મહત્વપૂર્ણ છે. પ્રેમની વ્યાખ્યા બદલાતી રહે છે.
અત્યારે, હું ફક્ત કામ અને મારી પોતાની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. ભવિષ્યમાં જે પણ હશે તે માટે હું તૈયાર છું, પરંતુ હાલમાં, કારકિર્દી અને પરિવાર મારી પ્રાથમિકતાઓ છે. જોકે પોતે રિલશનશિપમાં છે કે નહીં તે અંગે તેણે કોઈ સ્પષ્ટતા કરી નથી.