સ્પેશિયલ ફિચર્સ

આ છે દુનિયાના સૌથી નબળા ATM PIN ની યાદી, જોઈ લો તમારું પિન તો નથી ને આ યાદીમાં…

કોઈ પણ એકાઉન્ટ માટે તેનું પાસવર્ડ અને એટીએમ માટે તેનું પિન ખૂબ જ જરૂરી હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો આ પિન અને પાસવર્ડ ચાવીનું કામ કરે છે. ફરક એટલો જ છે તે સામાન્યપણે તાળા સાથે તેની ચાવી આવતી હોય છે, પણ આ ડિજિટલ લોકની ચાવી તમારે જાતે જ બનાવવી પડે છે. આ જ કારણ છે કે સ્ટ્રોન્ગ પાસવર્ડ કે પિન બનાવવું ખૂબ જ જરૂરી છે, જેનાથી એકાઉન્ટ હેકર્સ સુધી સરળતાથી ના પહોંચી શકે. હાલમાં દુનિયાના સૌથી નબળા એટીએમ પિનની યાદી સામે આવી છે. ચાલો જોઈએ કયા છે આ પિન…

અનેક યુઝર્સને એવી આદત હોય છે કે જેઓ એટીએમ માટે ખૂબ જ સરળ પિન બનાવે છે, જેથી તેને યાદ રાખવામાં સરળતા રહે છે અને ભૂલાવવાનો ડર ના રહે. આવી સ્થિતિમાં જો તમારું પિન ઈઝી હોય તો તે સરળતાથી એટેકર્સ અને હેકર્સના નિશાના પર આવી જાય છે. ફોર્બ્સ દ્વારા હાલમાં જ આવા નબળા પિનની યાદી શેર કરવામાં આવી છે અને એની સાથે જ એવા પિનની યાદી પણ શેર કરવામાં આવી છે જેને સૌથી વધુ યુઝ કરવામાં આવે છે.

દુનિયામાં સૌથી વધુ યુઝ કરનારા પિન એટીએમ કે પોન પિન કોડ્સની માહિતી આપીએ તો તેને હેક કરવું ખૂબ જ સરળ બની જાય છે. આવા 10 પિનની યાદી અહીં શેર કરવામાં આવી છે. આવો જોઈએ કયા છે આ પિન, આ પિન ભૂલથી પણ સિલેક્ટ ના કરવા જોઈએ-

1234,1111,0000,1342,1212,2222,4444,1122,1986,2020

વાત કરીએ 50 એવા પિનની કે જે ક્યારેય યુઝ ના કરવા જોઈએ અને જો તમે પણ આ પિન યુઝ કરી રહ્યા છો તો આજે જ તમારે તમારું પિન બદલી નાખવું જોઈએ

0000,1010,1111,1122,1212,1234,1313,1342,1973,1974,1975,1977,1978,1979,1980,1981,1982,1983,1984,
1985,1986,1987,1988,1989,1990,1991,1992,1993,1994,1995,1996,1997,1998,2000,2002,2004,2005,2020
2222,2580,3333,4321,4444,5555,6666,6969,7777,8888,9999

આ સિવાય તમારે ક્યારેય તમારા ડેટ ઓફ બર્થ. ગાડીના નંબર, બર્થયર જેવી પબ્લિક ડોમેન પર ઉપલબ્ધ માહિતીને પિન કે પાસવર્ડ ના બનાવવા જોઈએ. હંમેશા એવું પિન બનાવો કે જે યુનિક હોય છે અને એકદમ સ્ટ્રોન્ગ હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button