Amitabh Bachchan સાથે પોઝ આપી રહી હતી શ્વેતા બચ્ચન, ઐશ્વર્યાની એન્ટ્રી થતાં જ…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં બચ્ચન પરિવારની ગણતરી કરવામાં આવે છે અને આ પરિવાર સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં પણ આવતો રહે છે. છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો આ પરિવારમાં પારિવારિક વિખવાદને કારણે વધારે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પણ બચ્ચન પરિવાર (Bachchan Family) સાથે દેખાવવાનું ટાળે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા, સસરા અમિતાભ બચ્ચન, પતિ અભિષેક બચ્ચન અને નણંદ શ્વેતા બચ્ચન જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન ઐશ્વર્યાને જોતા જ શ્વેતાએ કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા થઈ રહી છે. ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં ખાસ… સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો અત્યારનો નહીં પણ જૂનો છે. જેમાં કોઈ ઈવેન્ટમાં બચ્ચન પરિવારે હાજરી આપી હતી. આ વીડિયોમાં જોવા મળે છે કે શ્વેતા બચ્ચન બિગ બી સાથે પોઝ આપી રહી હોય છે અને આવા સમયે જ ઐશ્વર્યાની એન્ટ્રી થાય છે. ઐશ્વર્યાને આવતી જોઈને જ શ્વેતાએ એકદમ વિચિત્ર એક્સપ્રેશન આપ્યા હતા, જે કેમેરાની નજરથી બચી શક્યા નહોતા.
વીડિયોમાં શ્વેતા અને બિહ બી ફોટો ક્લિક કરાવીને આગળ વધી જાય છે, પણ પેપ્ઝની રિક્વેસ્ટ પર બિગ બી ફેમિલી ફોટો માટે પાછા પરે છે, પરંતુ આ સમયે પણ શ્વેતા એકદમ વિચિત્ર એક્સપ્રેશન આપતી જોવા મળે છે અને ઐશ્વર્યા સાથે એક ડિસ્ટન્સ રાખીને ઊભેલી જોવા મળે છે. આ સમયે અભિષેક કંઈક કહે છે જે સાંભળીને શ્વેતા હસી પડે છે જોકે, બાદમાં પિતાનો હાથ પકડીને આગળ વધી જાય છે.
આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સ્પષ્ટ દેખાય છે કે તે ઐશ્વર્યાથી જેલસ ફીલ કરે છે. બિચારી ઐશ્વર્યા. બીજા એક યુઝરે લખ્યું હતું કે શું સાચે જ શ્વેતાએ આવું કર્યું? ઐશ્વર્યા ક્લાસી અને ખૂબ જ શાનદાર છે. તે એને આ રીતે ટ્રીટ કરે છે. તમે એક લેજેન્ડના દીકરી છો તો પબ્લિકમાં કઈ રીતે વર્તવું જોઈએ એ પણ શિખી લો. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે શ્વેતા આખરે આવા એક્સપ્રેશન કેમ આપી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવાર વચ્ચે લાંબા સમયથી અણબનાવ જોવા મળી રહ્યો છે અને આ અફવાઓને દર થોડાક સમયે કોઈને કોઈ કારણે હવા મળતી રહી છે. બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા પણ એકબીજાથી ડિસ્ટન્સ રાખીને ચાલે છે અને જાહેરમાં આખો પરિવાર સાથે દેખાવવાનું ટાળે છે.
આપણ વાંચો : Aishwarya Rai-Bachchan આ કોની સાથે હાથ મિલાવી, હસી-હસીને વાત કરી રહી છે? વીડિયો થયો વાઈરલ…