નેશનલ

પાકિસ્તાનના પીએમની હવે ઈરાનમાં આજીજી, કહ્યું ભારત સાથે મંત્રણા માટે તૈયાર…

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયું છે. પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધ વિરામ બાદ હવે પાકિસ્તાન ભારત સાથે મંત્રણા માટે અલગ અલગ જગ્યાઓએ અપીલ કરી રહ્યું છે. જેમાં હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ઈરાનમાં કહ્યું કે તે ભારત સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ સહિત તમામ મુદ્દાઓ પર ભારત સાથે સીધી વાતચીતની વાત કરી છે.

DB

વેપાર અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર ચર્ચા કરવા પણ તૈયાર
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું, અમે કાશ્મીર મુદ્દો અને પાણીના મુદ્દા સહિત તમામ વિવાદોનો વાતચીત દ્વારા ઉકેલ લાવવા માંગીએ છીએ અને અમે અમારા પાડોશી સાથે વેપાર અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર ચર્ચા કરવા પણ તૈયાર છીએ.પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે અમે શાંતિ ઇચ્છીએ છીએ. અમે ટેબલ પર મુદ્દાઓનું નિરાકરણ લાવીશું, જો ભારત શાંતિ માટેના મારા પ્રસ્તાવને સ્વીકારે છે તો અમે બતાવીશું કે અમે ખરેખર ગંભીરતા અને નિષ્ઠાપૂર્વક શાંતિ ઇચ્છીએ છીએ.

ભારતનું સ્પષ્ટ વલણ કાશ્મીર મુદ્દે કોઇ ચર્ચા નહિ
ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે અને આતંકવાદ નાબૂદ કરવાના મુદ્દા પર જ વાતચીત કરશે. એવું નથી કે ભારત તેના પાડોશી દેશ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છતું નથી. પરંતુ પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદને સતત પ્રોત્સાહન આપવાથી આ વાતચીત મુશ્કેલ બની રહી છે. જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાને લઈને બંને દેશો વચ્ચેનો તણાવ લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ ગયો. જે ડીજીએમઓ સ્તરની વાટાઘાટો બાદ યુદ્ધવિરામમાં ફેરવાયો છે. આ લશ્કરી કાર્યવાહી બાદ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે હવે પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે અને આતંકવાદના મુદ્દા પર જ વાત કરશે.

આપણ વાંચો : પાકિસ્તાનના આર્મી ચીફની ફરી ઠેકડી ઉડી! શેહબાઝ શરીફને આવો ફોટો ભેટ આપતા થયા ટ્રોલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button