સ્પોર્ટસ

આ તારીખે શરૂ થઈ રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેલાડીઓની ટી-20 લીગ ટૂર્નામેન્ટ…

નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને સોમવારે જાહેર કર્યું હતું કે 7-20 જૂન દરમ્યાન એની પ્રો ટી-20 લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે. આ સ્પર્ધાને સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ (SPTL) નામ આપવામાં આવ્યું છે અને એમાં પાંચ ટીમ કુલ 20 મૅચ રમશે.

ઍસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે (Jaydev Shah) પીટીઆઇને એક યાદીમાં જણાવ્યું હતું કે `અમારા પ્રાન્તમાં ક્રિકેટને વ્યાવસાયિક ધોરણે પ્રમોટ કરવા તેમ જ એનો વિકાસ કરવા સંબંધમાં અમારી આ ટૂર્નામેન્ટ સીમાચિહન બની રહેશે.’

IANS

જયદેવ શાહે એવું પણ કહ્યું હતું કે `સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગમાં સૌરાષ્ટ્ર તથા કચ્છના ટોચના ક્રિકેટરો તેમ જ ઊભરતા ખેલાડીઓ ભાગ લેશે. તેમને આ ટૂર્નામેન્ટ પોતાનું કૌશલ્ય અને ક્ષમતા બતાવવા વ્યાપક મંચ પૂરો પાડશે. નવા ટૅલન્ટેડ અને ઊભરતા યુવા ખેલાડીઓને અનુભવી પ્લેયરો સાથે રમવાનો મોકો પણ મળશે.’

મંગળવારે આ સ્પર્ધાના પ્લેયર્સ ડ્રાફ્ટની જાહેરાત કરાશે. આ ડ્રાફ્ટિંગ માટે ઍસોસિયેશન પાસે ત્રણ કૅટેગરીમાં કુલ 125 સારા ક્રિકેટરો છે. ઍસોસિયેશન તરફથી પાંચેય ટીમને કોચ પૂરા પડાશે. જોકે ટીમો ભૂતપૂર્વ ક્રિકેટરોને પોતાના મેન્ટર તરીકે નિયુક્ત કરી શકશે.

મુંબઈ અને મધ્ય પ્રદેશમાં આવતા મહિને ટી-20 લીગ સ્પર્ધા રમાવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button