ટોપ ન્યૂઝશેર બજાર

ભારતીય શેરબજાર મોટો ઘટાડો, સેન્સેકસમાં 755 પોઇન્ટ અને નિફ્ટીમાં 204 પોઇન્ટનો કડાકો…

મુંબઇ : ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે તેજીમાં રહ્યા બાદ આજે ઘટાડામાં સરકી ગયું છે. જેમાં શરૂઆતના ટ્રેડિગમાં સેન્સેક્સમાં 755 પોઇન્ટનો ઘટાડો થતા તે 81,421 ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીએ 204 પોઇન્ટ ઘટી 24,797 પર ટ્રેડ થઇ રહ્યો છે. સેન્સેક્સના તમામ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ 241.55 પોઈન્ટ ઘટીને 55,330.45 ના સ્તરે હતો.

મોટાભાગના સેકટોરલ ઇન્ડેક્સમાં ઘટાડો
શેરબજારમાં શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન મોટાભાગના સેકટોરલ ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. સૌથી મોટો ઘટાડો નિફ્ટી આઈટીમાં થયો હતો જે 1 ટકા ઘટ્યો હતો. નિફ્ટી એફએમસીજી, પીએસયુ બેંક અને ઓઇલ એન્ડ ગેસમાં 0.5 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો.

એશિયન બજારોમાં મિશ્ર વલણ
વૈશ્વિક બજારોમાં સતર્ક સેન્ટિમેન્ટ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જ્યારે યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો થવાને કારણે યુએસ સ્ટોક ફ્યુચર્સ વધ્યા છે. મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 0.15 ટકા ઘટ્યો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.15 ટકા ઘટ્યો હતો અને કોસ્ડેક સ્થિર હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે ફ્લેટ ઓપનિંગનો સંકેત આપ્યો હતો.

સોમવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું
સોમવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. સતત બીજા સત્રમાં ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. સેન્સેક્સ 455.37 પોઈન્ટ ના વધારા સાથે 82,176.45 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 148.00 પોઈન્ટના વધારા સાથે 25,001.15 પર બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button