શશિ આદિત્ય યોગઃ આજથી પાંચ રાશિના જાતકોના અચ્છે દિન થશે શરૂ…

વૈદિક જ્યોતિષ અનુસાર આજે એટલે કે સોમવારે વટ સાવિત્રી અને શનિ જયંતિ ઉજવાઈ રહી છે. સોમવારે અમાસ હોવાથી આજે વર્ષની પહેલી સોમવતી અમાસનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શશિ આદિત્ય યોગ અને શનિ મહારાજના આશિર્વાદથી પાંચ રાશિના જાતકોને પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. ચાલો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે આ યોગ શુકનિયાળ રહેશે-
આ પણ વાંચો: આજનું રાશિફળ (26-05-2025): અમુક રાશિના જાતકો ચેતીને ચાલજો નહીં તો મુશ્કેલી આવી શકે, જોઈ લો તમારું ભવિષ્ય?
આ રાશિના જાતકો માટે શશિ આદિત્ય યોગ ખૂબ શુભ રહેશે. તમારા નિર્ધારિત કામ પૂરા થઈ રહ્યા છે. પૈસાની બચત કરવાનામાં પણ પૂરેપૂરી સફળતા મળી રહી છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે અને એને કારણે તમે સામેની વ્યક્તિનો વિશ્વાસ સરળતાથી જિતી શકશો. બિઝનેસમાં પણ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ-સહકાર મળશે. વિદેશમાં બિઝનેસ કરી રહેલાં લોકોને પણ આ સમયે સફળતા મળશે.
કર્ક રાશિના જાતકો માટે આ પણ સમયગાળો લાભદાયી રહેશે. આકસ્મિક નાણાકીય લાભ થશે. તમારા કામનું પૂરેપૂરું ફળ મળશે. પૈસા કમાવવામાં સફળતા મળશે. આજે તમે વૈભવી વસ્તુ પર ખર્ચ કરશો. રાજકીય અને સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને પણ આ સમયે સારો એવો લાભ થશે. નવી નવી જવાબદારીઓ મળશે. લગ્નજીવન સુધી રહેશે.
સિંહ રાશિના જાતકો માટે આ યોગથી અણધાર્યો લાભ થઈ રહ્યો છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. બાકી રહેલાં કામ પણ સરળતાથી પૂરા થશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો પાછા મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત સમસ્યામાં પણ રાહત મળશે. લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસ સંબંધિત યાત્રાથી ભવિષ્યમાં લાભ થશે. નોકરી કરી રહેલાં લોકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેવાનો છે. કામના સ્થળે તમને તમારા સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. પાર્ટનરશિપમાં કામ કરી રહેલાં લોકોને પણ આ સમયે લાભદાયી રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, પણ તમે એનાથી બચી શકશે.
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. રિયલ એસ્ટેટ, વાહન કે પ્રોપર્ટીના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને પણ ઈચ્છિત નફો થશે. બુદ્ધિ અને સર્જનાત્મક વિચારસરણીથી લાભ થશે. મિત્રોનો સાથ-સહકાર મળશે. ભૂતકાળમાં કરેલાં રોકાણથી આ સમયે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. પારિવારિક માહોલ આનંદથી ભરપૂર રહેશે.