57 વર્ષે ફરી પિતા બનશે બોલીવૂડનો આ કલાકાર, પ્રેગ્નન્ટ છે બીજી પત્ની…

બોલીવૂડના 57 વર્ષીય અભિનેતા અરબાઝ ખાન પિતા બનવા જઈ રહ્યા છે, તેની બીજી પત્ની શૂરા ખાન પ્રેગ્નન્ટ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાનને પહેલી મલાઈકા અરોરાથી પણ એક પુત્ર છે.
હાલમાં જ અરબાઝ ખાન અને શૂરા ખાન મુંબઈની એક રેસ્ટોરાંની બહાર સ્પોટ થયા હતા, જ્યાં બંને લંચ ડેટ પર ગયા હતા. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શૂરા ખાનનું બેબી બંપ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને આ વીડિયો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર અરબાઝ અને શૂરા માતા-પિતા બનવા જઈ રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અરબાઝ ખાન અને શૂરા ખાન બંને હાથ પકડીને રેસ્ટોરાંમાંથી બહાર આવે છે. અરબાઝ પહેલાં શૂરાને ગાડીમાં બેસાડે છે અને ત્યાર બાદ પોતે ગાડીમાં બેસે છે. આ સમયે શૂરા ખાનનું બેબી બંપ સ્પષ્ટપણે દેખાય છે. જેના પરથી ફેન્સ એવો ક્યાસ લગાવી રહ્યા છે કે ખાન પરિવારમાં ટૂંક સમયમાં કિલકારીઓ ગૂંજશે. જોકે, અરબાઝ ખાન કે શૂરાએ હજી સુધી ઓફિશિયલી આ વિશે કોઈ માહિતી આપી નથી.
આ પહેલાં પણ શૂરા અને અરબાઝ મેટરનિટી ક્લિનીકની બહાર સ્પોટ થયા હતા અને એ સમયે પણ પ્રેગ્નન્સીના અહેવાલો સામે આવ્યા હતા. આ સમયે અરબાઝ અને શૂરાએ કંઈ કહ્યું નથી. તેમણે પ્રેગ્નન્સીના ન્યુઝ અંડર ધ રેપ્સ રાખ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાને 2023માં મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બહેન અર્પિતા ખાનના ઘરે ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંને જણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. આ લગ્નમાં ખાન પરિવાર અને તેમના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. અરબાઝ ખાનને પહેલાં લગ્નથી એક દીકરો છે અરહાન ખાન. અરહાન અને શૂરા ખાન વચ્ચે સારી એવી બોન્ડિંગ છે. અરહાને માતા મલાઈકા સાથે મળીને એક રેસ્ટોરાં શરૂ કર્યું છે.
આ પણ વાંચો…Film review: રાજકુમાર રાવની ભૂલ તમે ભૂલથી પણ થિયેટરમાં જોવા ન જાઓ તો સારું