આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈમાં સાંબેલાધાર વરસાદ, જનજીવન ઠપ્પ…

લોકલ ટ્રેનને લાગી બ્રેક, બેસ્ટની રફ્તાર પણ પડી ધીમી, આગામી દિવસોમાં મુશળધાર વરસાદ

મુંબઈ: રાજ્ય સહિત મુંબઈમાં સમય પહેલા જ મોન્સુનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ મોન્સુનનું આ વખતે સામાન્ય કરતા થોડા વહેલાં જ આગમન થઈ ચૂક્યું છે અને આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ સાથે ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ, થાણે અને પાલઘર સહિતના વિસ્તારો માટે આ એલર્ટ આપવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોના વિશેષ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…

સુધરાઈ અને તંત્ર એલર્ટ મોડ પર…

સુધરાઈ અને મ્હાડા દ્વારા 96 એવી જર્જરીત ઈમારતોની ઓળખ કરવામાં આવી છે, જે વરસાદમાં જોખમી સાબિત થઈ શકે છે. આ ઇમારતોમાં રહેતા 3100 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે, નાળા સફાઈ, કરવામાં પમ્પિંગ સ્ટેશનની મરમ્મત અને કંટ્રોલ રૂમ પર પણ કડક વોચ રાખવામાં આવી રહી છે. સુધરાઈ દ્વારા કંટ્રોલ રૂમ 24×7 એક્ટિવ કરવામાં આવ્યા છે જ્યાં નાગરિકો કોઈ પણ આપાતકાલીન સ્થિતિની જાણકારી આપી શકે છે.

લોકલ ટ્રેન અને બસની અવરજવર મંદ પડી

મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન અને બેસ્ટની બસની સ્પીડ પર પણ મેઘરાજાએ બ્રેક લગાવી હતી. મધ્ય રેલવે પરે ટ્રેનો 3થી 4 કલાક મોડી દોડી રહી હતી. રેલવે અને બેસ્ટ દ્વારા પણ મુંબઈગરાને જરૂરિયાત વિના ઘરથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ્સના ટેક ઓફ અને લેન્ડિંગમાં સમસ્યા આવી શકે છે.

આ પણ વાંચો: મુંબઈમાં સતત વરસાદથી અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ, જનજીવનને વ્યાપક અસર

આગામી દિવસ આવું રહેશે વાતાવરણ

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર આગામી કેટલાક દિવસ સુધી મુંબઈ અને રાજ્યમાં અનેક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે જનજીવન ખોરવાઈ શકે છે. નાગરિકોને કારણ વિના ઘરની બહાર ના નીકળવાની ભલામણ પણ કરવામાં આવી છે.

મુંબઈમાં સવારે 11વાગ્યા સુધી કેટલો વરસાદ થયો

⦁ નરીમાન પોઈન્ટ 252 મિમી

⦁ એ વોર્ડ ઓફિસ 216 મિમી


⦁ મહાનગરપાલિકા મુખ્યાલય 214 મિમી


⦁ કોલાબા 207 મિમી


⦁ દોન ટાંકી આઈ હોસ્પિટલ 202 મિમી


⦁ મરીનલાઈન્ટ 180 મિમી


⦁ મેમન ફાયરબ્રિગેડ 183 મિમી


⦁ વરલી 171 મિમી


⦁ સાંતાક્રુઝ 103 મિમી


⦁ સુપારી ટેંક, બાંદ્રા 101 મિમી


⦁ ચેમ્બુર 82 મિમી


⦁ કુર્લા 76 મિમી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button