બેંગલુરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ડેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દાવમાં ઈંગ્લેન્ડની ટીમ 156 રને પેવિલયન ભેગી થઈ હતી, જ્યારે તેના જવાબમાં શ્રી લંકાએ બે વિકેટે 160 રન બનાવીને આઠ વિકેટથી મેચ જીતી હતી.
શ્રી લંકા વતીથી પથુમ નિસાંકાએ 54 બોલમાં શાનદાર સદી કરી હતી, જેનાથી વન સાઈડેડ જીતભણી પ્રયાસ કર્યું હતું. 25.4 ઓવરમાં જ બે વિકેટે શ્રીલંકાએ સામાન્ય સ્કોર અચીવ કર્યો હતો. નિસાંકાએ નોટ આઉટ રહીને 77 અને સદીરાએ 65 રને (54 બોલ) નોટઆઉટ રહ્યો હતો. પહેલા દાવમાં ઇંગ્લેન્ડે 33.2 ઓવરમાં 156 રન બનાવ્યા હતા, પરંતુ શ્રી લંકાએ 25 ઓવરમાં 160 રન ફટકાર્યા હતા, જેમાં પાંચમાંથી ચાર મેચ હાર્યા પછી ઇંગ્લેન્ડ માટે હવે સેમી ફાઈનલમાં પહોંચવાનું મુશ્કેલ રહી શકે છે.
પહેલા દવમાં બેન સ્ટોકસે 73 બોલમાં 43, જોન્ની બેરસ્ટોએ 31 બોલમાં 30 અને ડેવિડ મલાને 25 બોલમાં 28 રન કર્યા હતા. જોકે, આજના ધબડકા સાથે ઇંગ્લેન્ડની ચોથી હાર તથા શ્રીલંકાની વર્લ્ડ કપમાં પાંચમાંથી બીજી જીત થઈ છે. વર્લ્ડ કપની 25મી મેચમાં ગત વિજેતા ઇંગ્લેન્ડને આજે શ્રીલંકાએ ઐતિહાસિક હાર આપી હતી. આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડેની પાંચ મેચ પૈકી ચોથી હાર છે.
ઇંગ્લેન્ડને હજુ પણ ચાર મેચ રમવાની છે, જેમાં જો જીતે તો 10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. લાસ્ટ ચાર મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ચારેય મેચ જીતે તો 10 પોઈન્ટ બનાવી શકે છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન પણ જો એક મેચ હારીને બાકીને મેચ જીતે તો 10 પોઈન્ટ થશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા પણ આગળની તમામ મેચમાંથી બે મેચ જીતે તો 10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આજની વિજેતા શ્રીલંકન ટીમ પણ આગામી ચારમાંથી ત્રણ મેચ જીતે તો 10 પોઈન્ટ મળી શકે છે, તેથી આગામી દિવસોમાં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા 10 પોઈન્ટ માટે કરો યા મરો કર્યા પછી સેમી ફાઈનલનું ગણિત બગાડી શકે છે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો બાકીની તમામ મેચ જીતે અને તેની નેટ રનરેટ સાથે ટીમનું પ્રદર્શન સારું રહે તો સેમી ફાઈનલમાં રમવાની તક મળી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને