લીલા હોટલનો આઇપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ

મુંબઇ : લક્ઝરી હોટેલ્સ અને રિસોર્ટ્સ બ્રાન્ડ લીલા હોટલની પેરેન્ટ કંપની સ્ક્લોસ બેંગ્લોરનો આઇપીઓ આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. જે 28 મે સુધી ખુલ્લો રહેશે. કંપનીએ આઈપીઓ દ્વારા રૂપિયા 3500 કરોડ એકત્ર કરશે. જોકે, આઇપીઓ ખુલે તે પૂર્વે કંપનીએ શુક્રવારે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1,575 કરોડ એકત્ર કર્યા. લીલા હોટેલ્સ આ આઈપીઓ દ્વારા રૂ. 2,500 કરોડની નવી ઇક્વિટી જાહેર કરશે, જ્યારે રૂ. 1,000 કરોડની ઓફર ફોર સેલ (OFS)ઓફર કરવામાં આવી છે. શેરની ફાળવણી 29 મેના રોજ કરાશે. જ્યારે શેર શુક્રવાર 30 મે 2025 ના રોજ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
રિટેલ રોકાણકારો માટે 10 ટકા અનામત
કંપનીએ કુલ શેરનો 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે અનામત રાખ્યો છે. જ્યારે 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે ઓફરનો 15 ટકા હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.
આપણ વાંચો: શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 466 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારો
લીલા હોટલ પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ
કંપનીએ આ આઇપીઓ માટે રૂપિયા 413 થી રૂપિયા 435 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તેની પાસે 34 શેરનો લોટ છે. જ્યારે રોકાણકારોએ ઓછામાં ઓછા 34 શેર ખરીદવા પડશે. આઇપીઓમાં રોકાણ કરવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,790 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે વધુમાં વધુ 442 શેરના 13 લોટ ખરીદી શકાય છે. તેની કુલ કિંમત 1,92,270 રૂપિયા થશે.