
વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે.આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. વડોદરામાં નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વડોદરામાં વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારીશક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડા પ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબિત થતો જોવા મળ્યો છે. પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત શાસ્ત્રીય નૃત્યો સાથે વડોદરામાં માં વડા પ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આદિજાતિ બાંધવો પોતાની આગવી સંસ્કૃતિનો પરિચય કરાવ્યો
એરપોર્ટ રોડ ઉપર શોભા પર્ફોમન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર યુવતીઓ દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ નૃત્યોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આદિજાતિ બાંધવો પોતાની આગવી સંસ્કૃતિનો પરિચય કરાવતી કૃતિ પ્રસ્તુત કરી વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે આવ્યાં હતાં. વડાદોરામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ આનંદિત જોવા મળ્યાં હતાં.

કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા
ભારતે ઓપરેશન સિંદૂર યાત્રામાં વડા પ્રધાનનું સ્વાગત સન્માન કરવા માટે વડોદરાના કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા હતાં. એરપોર્ટ રોડ ઉપર વડોદરા શહેરના એક કલાવૃંદના સભ્યો ભારત માતા, ઝાંસી કી રાની, મહારાણા પ્રતાપ, મંગલ પાંડે, સુભાષ ચંદ્ર બોઝ, શ્રી દ્રોપદી મુર્મુના પરિવેશમાં પણ જોવા મળ્યા હતાં. વડોદરામાં ઓપરેશન સિંદુર સન્માન યાત્રામાં વડા પ્રધાનને આવકારવા અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ પણ જોવા મળી હતી. ભારતની સાંસ્કૃતિ વિરાસતને પુનર્જિવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઇ હોલ્કરની આ સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી હતી.
