શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 466 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારો

મુંબઇ : ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી છે. જેમાં બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 466 પોઇન્ટના ઉછાળા સાથે 82,187.07 ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 138.20 પોઇન્ટના વધારા સાથે 24,991.35 પોઇન્ટ પર ખૂલ્યો હતો. જેમાં સેન્સેક્સના શેરોમાં પાવરગ્રીડ, એનટીપીસી, એમએન્ડએમ, આઈસીઆઇસીઆઇ બેંક, ટાટા મોટર્સ જેવા શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે એટર્નલના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે આજે બેંકોના શેરમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારોમાં તેજી જોવા મળી
એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી. સોમવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી, અને સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી હતી. જાપાનનો નિક્કી 225 0.49 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.45 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં 0.55 ટકાનો વધારો થયો હતો, જ્યારે કોસ્ડેકમાં 0.95 ટકાનો વધારો થયો હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા ખુલવાનો સંકેત આપે છે.
અમેરિકન બજારમાં ઘટાડો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપિયન માલ પર 50 ટકા ટેરિફ લાદવાની ભલામણ બાદ વેપાર તણાવ વચ્ચે શુક્રવારે વોલ સ્ટ્રીટ પર યુએસ શેરબજાર ઘટીને બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 256.02 પોઈન્ટ અથવા 0.61 ટકા ઘટીને 41,603.07 પર બંધ રહ્યો. જ્યારે, S&P 500 39.19 પોઈન્ટ અથવા 0.67 ટકા ઘટીને 5,802.82 પર બંધ રહ્યો. નાસ્ડેક કમ્પોઝિટ ૧૮૮.૫૩ પોઈન્ટ અથવા ૧.૦૦ ટકા ઘટ્યો. તે ૧૮,૭૩૭.૨૧ પર બંધ થયો.
આપણ વાંચો: શેરબજાર: પ્રાઇમરી માર્કેટમાં નવ આઇપીઓની સવારી…
ગયા સપ્તાહે સેન્સેક્સમાં 609.51 પોઈન્ટનો ઘટાડો થયો હતો
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે સેન્સેક્સમાં 609.51 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી 166.65 પોઈન્ટ ઘટીને બંધ થયો. જોકે, શુક્રવારે બજારમાં જોરદાર તેજી જોવા મળી. શુક્રવારે મોટી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને આઇટીસીમાં ખરીદીને કારણે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 29 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો.