દક્ષિણ કેરોલિનાના બીચ ટાઉનમાં થયો ગોળીબાર, એકનું મોત અને 11 ઘાયલ…

દક્ષિણ કેરોલિનાઃ દક્ષિણ કેરોલિના (South Carolina)ના દરિયાકાંઠાના શહેર લિટલ રિવર (Little River)માં રવિવારે રાત્રે ગોળીબારની ઘટના ઘટી હતી. આ ગોળીબારમાં 11 લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે હોરી કાઉન્ટી પોલીસે (Horry County Police) જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 9:30 વાગ્યે બની હતી. જો કે, પોલીસ દ્વારા ઘાયલોની સ્થિતિ વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી. જેથી અત્યારે તેમની હાલત અંગે શંકાઓ થઈ રહી છે.
એસોસિએટેડ પ્રેસ રિપોર્ટ (Associated Press report) પ્રમાણે મર્ટલ બીચથી લગભગ 32 કિલોમીટર દૂર ઉત્તરપૂર્વમાં લિટલ રિવરમાં ગોળીબાર થયો હતો. જે વિસ્તારમાં ગોળીબારની ઘટના બની ત્યાં થોડા બોટિંગ વ્યવસાયો છે, જોકે, મોટાભાગે રહેણાંક વિસ્તાર છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ
આ ઇન્ટ્રાકોસ્ટલ વોટરવે નજીક રહેણાંક શેરી પર ડઝનબંધ પોલીસ કાર અને એમ્બ્યુલન્સ જોવા મળી હતી. એટલું જ નહીં પરંતુ ઘાટલ લોકોને ખાનગી વાહનો દ્વારા પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જો કે, ગોળીબાર શા માટે થયો અને કોણે કર્યો તેની કોઈ વિગતો પોલીસ દ્વારા આપવામાં આવી નછી.
ગોળીબારની ઘટનાની 90 મિનિટ પછી પોલીસે તેને એક અલગ ઘટના ગણાવી હતી. જોકેસ પોલીસ દ્વારા શંકાસ્પદો કોણ હતા? ગોળીબારનું કારણ શું હતું તે અંગે કોઈ માહિતી જાહેર કરી નથી. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
આપણ વાંચો : અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો, આતંકી સિરીયાનો રાષ્ટ્રપતિ બનતા ગુનાઓ માફ કર્યા