ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

રશિયાના યુક્રેન પરના હવાઇ હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન પર નારાજ, કહી આ વાત…

વોશિંગ્ટન : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની ચર્ચા વચ્ચે રશિયાએ ફરી એક વાર યુક્રેન પર હુમલો કર્યો છે. જેમાં અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલામાં રશિયાએ મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર ગુસ્સે જોવા મળ્યા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે હું પુતિનથી ખુશ નથી. મીડિયા અહેવાલો અનુસાર રશિયાએ યુક્રેનના ઘણા ભાગોમાં મિસાઇલ હુમલા કર્યા છે. રશિયાએ 367 ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કર્યો છે.

ટ્રમ્પે પુતિન માટે “વોટ ધ હેલ” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો
ટ્રમ્પે યુક્રેન સામે રશિયાની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. હું પુતિનથી બિલકુલ ખુશ નથી, તેમણે કહ્યું લોકો માર્યા જઈ રહ્યા છે. હું તેને ઘણા સમયથી ઓળખું છું. અમારા સારા સંબંધો રહ્યા છે, પરંતુ હવે તેઓ મિસાઇલ હુમલા કરી રહ્યા છે. મને આ બિલકુલ પસંદ નથી. તે એક ક્રેજી માણસ છે. આ બરાબર નથી. ટ્રમ્પે પુતિન માટે “વોટ ધ હેલ” જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો.

REUTERS

યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી
મીડિયા અહેવાલ અનુસાર યુક્રેનમાં થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે. આ સમયગાળા દરમિયાન રશિયાએ હુમલા માટે 298 ડ્રોન અને 69 મિસાઇલોનો ઉપયોગ કર્યો. સમગ્ર યુક્રેનમાં આ અંગે ગભરાટનું વાતાવરણ છે. તેના ઘણા વિસ્તારોમાં વિનાશ થયો છે. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, તેમણે 45 મિસાઇલો તોડી પાડી હતી. 266 ડ્રોન પણ નાશ પામ્યા છે. કિવ શહેરને ઘણું નુકસાન થયું છે. રશિયાએ પહેલા પણ યુક્રેનને નિશાન બનાવ્યું હતું. આ બંને વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી.

ઝેલેન્સકીની વાટાઘાટો કરવાની રીત ભલું કરી શકે નહીં
ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર પણ નિશાન સાધ્યું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ઝેલેન્સકીની વાટાઘાટો કરવાની રીત દેશનું ભલું કરી શકે નહીં. તેમના દરેક નિવેદન સમસ્યાઓ ઉભી કરી રહ્યું છે. મને નથી લાગતું કે આ સાચું છે. આ બંધ થવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button