ટોપ ન્યૂઝભરુચ

ભરૂચમાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ ટળી…

ભરૂચઃ ભરૂચ (Bharuch)માં દહેજ (Dahej) ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ. ટેક ફાર્મા કંપની (Swetayan Chemtech Pharma Company)માં ભીષણ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આગનો કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મળતી વિગતો અત્યારે 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોતી અને આગને મહામહેનતે કાબૂમાં લીધી હતી.

વિકરાળ આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી જ દેખાયા
આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું છે. આગ એટલી વિકરાળ હતી કે, આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આગ વિકારાળ હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આગની ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

કેમિકલ રિએકશન કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે
આગના કારણે કોઈ જાનહનિના સમાચાર મળ્યા નથી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. આખરે શા કારણે આગ લાગી? તેના વિશે કોઈ ખાસ જાણકારી મળી નથી. આગનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે. જો કે, પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કેમિકલ રિએકશન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button