મહારાષ્ટ્ર

…તો છગન ભુજબળ ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન બનશે: ગિરીશ મહાજન

નાશિક: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા છગન ભુજબળે તાજેતરમાં મહાયુતિ સરકારમાં પ્રધાન તરીકે શપથ લીધા છે અને હવે ફરી એક વખત નાશિક જિલ્લાના પાલક પ્રધાનપદને લઈને રસ્સીખેંચ ચાલુ થઈ છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે છગન ભુજબળ હવે નાશિક જિલ્લાના પાલક પ્રધાનપદનો દાવો કરશે. આ પૃષ્ઠભૂમિમાં, જ્યારે ભાજપના નેતા અને પ્રધાન ગિરીશ મહાજનને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે ગિરીશ મહાજને કહ્યું હતું કે, ‘જો દેવેન્દ્ર ફડણવીસ નક્કી કરે તો છગન ભુજબળ પાલક પ્રધાન જ નહીં ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન બનશે?’

આમ જોવા જઈએ તો ગિરીશ મહાજને છગન ભુજબળ પર કટાક્ષ કર્યો હતો છતાં, હવે તેમના નિવેદનની રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: મુંડેના ક્વોટાનું પ્રધાનપદ, મુંડેના ખાતા બાદ હવે છગન ભુજબળને ધનંજય મુંડેનો જ બંગલો મળ્યો

છગન ભુજબળે પ્રધાન તરીકે શપથ લીધા તે પછી મીડિયા પ્રતિનિધિઓએ ગિરીશ મહાજનને સવાલો પૂછ્યા. આ અંગે બોલતા ગિરીશ મહાજને કહ્યું, ‘એ સાચું છે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિના તે શક્ય નહીં બને.’

ઉપરાંત, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું એવી ચર્ચા છે કે છગન ભુજબળ હવે નાસિક જિલ્લાના પાલક પ્રધાનપદનો દાવો કરશે, ત્યારે ગિરીશ મહાજને કહ્યું હતું કે, ‘સારું છે, દાવો કરવામાં શું ખોટું છે? જો દેવેન્દ્ર ફડણવીસ નક્કી કરે તો કંઈ પણ થઈ શકે છે. તેઓ (છગન ભુજબળ) ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન પણ બની શકે છે. આ બધું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં છે. કોને પાલક પ્રધાન બનાવવા જોઈએ? કોને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ? કોને પ્રધાન બનાવવા જોઈએ? આ બધું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નક્કી કરતા હોય છે,’ એમ ગિરીશ મહાજને કહ્યું હતું.

આ વખતે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કોઈએ આવું કશું કહ્યું નથી. પણ આવી રીતે આગમાં તેલ ના રેડશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button