સાઉથ આ પોપ્યુલર ટીવી એક્ટ્રેસના જીવનમાં જન્મદિવસે ખુશીઓએ આપી દસ્તક…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર ટીવી એક્ટ્રેસ અને આજની બર્થડે ગર્લ અમાલા પોલ પોતાની પર્સનલ લાઈફને એન્જોય કરી રહી છે, પણ ભૂતકાળમાં તે અનેક કોન્ટ્રોવર્સીનો સામનો કરી ચૂકી છે. તેના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને એને કારણે પણ તે ચર્ચાનું કારણ બની હતી. પરંતુ હવે મળી રહેલી માહિતી પ્રમાણે અમાલાના જીવનમાં મિસ્ટર પર્ફેક્ટની એન્ટ્રી થઈ ગઈ છે.
જી હા, અમાલાના બોયફ્રેન્ડ જગત દેસાઈએ તેના જન્મદિવસે જ પ્રપોઝ કરી હતી. જગલ અને અમાલાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયોમાં જોઈ શકાય છે છે કપલ એકદમ ધામધૂમથી અમાલાનો જન્મદિવસ ઊજવી રહ્યા છે. અમાલાના ચહેરા પર ખુશી ઝલકાઈ રહી છે. પિંક કલરના ગાઉનમાં અમાલા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. દરમિયાન અચાનક જ જગત અમાલાને પ્રપોઝ કરીને રિંગ પહેરાવે છે. જગતની આ હરકતથી અમાલા એકદમ સરપ્રાઈઝ થાય છે અને તે જગતનું પ્રપોઝલ એક્સેપ્ટ કરી લે છે.
આ વીડિયો જોઈને ફેન્સને એક સાથે બે બે ગુડ ન્યુઝ સાંભળવા મળી છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ લગ્ન થઈ કરી શકે છે. વીડિયોની કેપ્શનમાં જગતે લખ્યું હતું કે મેરી Gypsy ક્વીને હા પાડી દીધી છે. હેપી બર્થડે માય લવ…. એટલું જ નહીં એની સાથે સાથે કેપ્શનમાં વેડિંગ બેલ્સ પણ લખ્યું હતું.
અમાલાના આ વીડિયો પર ફેન્સ પણ રિએક્શન આપી રહ્યા છે અને કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે પાવર કપલને શુભેચ્છા… તમારા બંને માટે ખૂબ જ ખુશ થું, બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે અભિનંદન. ચાલો, હવે તૈયારીઓ શરૂ કરીએ… ત્રીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે તમે બંને ખૂબ જ સારા દેખાઈ રહ્યા છો.