રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનારો મુખ્ય આરોપી આખરે ઝડપાયો
ફેબ્રુઆરીમાં 28 જેટલી જાન અને જાનૈયાને મુશ્કેલીમાં મૂક્યા હતા

રાજકોટ: રાજકોટના સમૂહ લગ્નમાં થયેલા છેતરપિંડીના મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઋષિવંશી ગ્રૂપ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન પૂર્વે ફરાર થઈ ગયા હતા.
આ મામલે બે મહિનાથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપી ચંદ્રેશ છત્રોલને પોલીસને ઝડપી લીધો છે. એવી વિગતો છે કે આ સમૂહ લગ્નનું સમગ્ર આયોજન ચંદ્રેશ દ્વારા કારવામાં આવ્યું હતું.
આપણ વાંચો: હરિયાણામાં પેટ્રોલ પંપને નામે ટ્રાન્સપોર્ટર સાથે 97.5 લાખની છેતરપિંડી…
28 જેટલી જાન અને જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા
વિસ્તારથી ઘટનાની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી માસમાં રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજકો લગ્ન પૂર્વે ફરાર થઈ ગયા હતા.
જેના પગલે લીલા તોરણે આવેલી 28 જેટલી જાન અને જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. લગ્નના મંડપમાં જાનૈયાઓ અને વર-વધુ પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ વ્યવસ્થા જ હતી નહી અને આયોજકો ફરાર થઈ ગયા હતા. તેથી લગ્નની નોંધણી કરાવનારાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતા.
આપણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટર સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી, કોની સામે આક્ષેપ કર્યો જાણો છો?
40 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી પાસે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 યુગલોના લગ્ન થવાના હતા. જોકે, જ્યારે આ તમામ યુગલો વરઘોડા સાથે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે ત્યાં કોઇ વ્યવસ્થા ન હતી. તેમજ આયોજકો પણ હાજર ન હતા.
જ્યારે આયોજકોને ફોન કરવામાં આવતા તેમના ફોન બંધ આવતા હતા. જેના પગલે આ યુગલો નિરાશ થયા હતા. જ્યારે આ સમગ્ર આયોજન માટે આયોજકોએ વર- વધુ પાસેથી અલગ અલગ 40 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા.
આપણ વાંચો: આઇપીએસ ઓફિસર રશ્મી કરંદીકરના પતિની રૂ. 24 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ
પોલીસે આરોપીને ઝડપ્યો
આ મામલે ભોગ બનેલા લોકોએ આરોપી ચંદ્રેશ છત્રોલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી અને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અન્ય બીજા લોકો પણ છેતરાયા છે કે કે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.