અમદાવાદઆમચી મુંબઈ

ગુજરાતમાં દેખાશે બુલેટ ટ્રેનની ઝડપ! બુલેટ ટ્રેનની શરૂઆતને લઈને આપી મહત્વની અપડેટ

અમદાવાદ/મુંબઈ: ભારતની મહત્વાકાંક્ષી ગણાતી એવી પહેલી બુલેટ ટ્રેન પરિયોજના, જે મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબા હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર આકાર લઈ રહી છે, તેને લઈને એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. એક અહેવાલ અનુસાર, આ બુલેટ ટ્રેન સેવા 2028 સુધીમાં ગુજરાતમાં સાબરમતીથી વાપી વચ્ચે શરૂ થઈ શકે છે. સમગ્ર રૂટ પર 2030 સુધીમાં ટ્રેન દોડે તેવી શક્યતા છે, આવી માહિતી એક મીડીયા અહેવાલમાં રજૂ કરવામાં આવી છે.

Bullet train speed will be seen in Gujarat! Important update regarding the launch of bullet train

પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ

આ રેલ લાઈનની કુલ લંબાઈ 508 કિલોમીટર હશે, જેમાંથી ગુજરાતમાં લગભગ ૩૪૮ કિલોમીટર અને મહારાષ્ટ્રમાં આશરે ૧૫૬ કિલોમીટરના ટ્રેક પર બુલેટ ટ્રેન દોડશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધીન સ્ટેશનોમાં મહારાષ્ટ્રમાં મુંબઈ (BKC), થાણે, વિરાર, બોઈસર તેમજ ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતીનો સમાવેશ થાય છે. આ પ્રોજેકટનું ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં અગાઉની મહા વિકાસ આઘાડી સરકારના સમયમાં જમીન સંપાદનને લઈને પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષ સુધી અટક્યો હતો, જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે.

NHSRCL દ્વારા યાત્રી સર્વે હાથ ધરાશે

અહેવાલો અનુસાર નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા યાત્રી સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં મુસાફરોની સંખ્યા, ભાડાનું નિર્ધારણ અને ટ્રાફિકનું અનુમાન લગાવવામાં આવશે. આ સર્વેમાં એ આકારણી કરવામાં આવશે કે કાર, ટેક્સી, બસ, એસી ટ્રેન, હવાઈ મુસાફરી જેવા કયા વર્તમાન મુસાફરીના વિકલ્પોમાંથી મુસાફરો હાઈ-સ્પીડ રેલ તરફ આકર્ષિત થશે. આ સર્વે ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવશે.

આપણ વાંચો:  મહારાષ્ટ્ર 2047 રોકાણ માટેનું વિઝન નીતિ આયોગની બેઠકમાં ફડણવીસે માંડ્યું

મુંબઇમાં 76 ટકા કામ પૂર્ણ

રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 300 કિમી વાયડક્ટ બનાવવામાં આવ્યું છે. મુંબઈના બીકેસી સ્ટેશન પર ખોદકામનું 76 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 383 કિમી પિયરનું કામ, 401 કિમી પાયાનું કામ અને 326 કિમી ગર્ડર કાસ્ટિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ પરિયોજના શરૂ થવાથી ભારત દુનિયાના તે 15 દેશોની યાદીમાં સામેલ થઈ જશે જ્યાં હાઈ-સ્પીડ રેલ પ્રણાલી અસ્તિત્વમાં છે. બુલેટ ટ્રેનથી મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો, પ્રદૂષણમાં ઘટાડો, માર્ગ અકસ્માતોમાં ઘટાડો, રોજગારના નવા અવસરોનું સર્જન, વિદેશી તેલ પરની નિર્ભરતામાં ઘટાડો અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન જેવા અનેક લાભો પ્રાપ્ત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button