IPL 2025

શ્રેયસે સિક્કો ઉછાળ્યો, પણ ટૉસ હાર્યોઃ દિલ્હીએ ફીલ્ડિંગ પસંદ કરી

જયપુરઃ દિલ્હી કૅપિટલ્સે (DC)એ અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હતી. અક્ષર પટેલ આ મૅચમાં પણ નથી એટલે દિલ્હીનું સુકાન ફરી એક વખત ડુ પ્લેસી સંભાળશે. પંજાબના સુકાની શ્રેયસ ઐયરે સિક્કો (TOSS) ઉછાળ્યો હતો અને દિલ્હીના કાર્યવાહક સુકાની ફાફ ડુ પ્લેસીએ ટેઇલનો કૉલ આપ્યો હતો અને તેનું સાચું પડતાં તેણે ફીલ્ડિંગ લીધી હતી.

બે અઠવાડિયા પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ટૂંકુ યુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં સાવચેતીના પગલાં તરીકે પંજાબ-દિલ્હીની મૅચ અધવચ્ચેથી પડતી મૂકવામાં આવી હતી અને પછી નવ દિવસના સસ્પેન્શન પછી આઇપીએલ ફરી શરૂ થઈ હતી. પંજાબ-દિલ્હીની એ અધૂરી મૅચમાં પંજાબે 10.1 ઓવરમાં 122 રન કર્યા હતા. એ અધૂરી મૅચ નવેસરથી રાખવાનું નક્કી થયું અને એ આજે રમાઈ રહી છે.

પંજાબ ઉપરાંત ગુજરાત, બેંગલૂરુ અને મુંબઈની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે, જ્યારે દિલ્હી તેમ જ ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન, કોલકાતા અને લખનઊની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.

પંજાબની ટીમમાં યુઝવેન્દ્ર ચહલ નથી અને દિલ્હીની પ્લેઇંગ-ઇલેવનમાં અભિષેક પોરેલને સામેલ નથી કરાયો.
જોકે દિલ્હીની ટીમમાં કરુણ નાયર કમબૅક કરી રહ્યો છે અને અફઘાનિસ્તાનના 23 વર્ષના ઓપનિંગ બૅટ્સમૅન સેદિકુલ્લા અટલને પહેલી વાર આઇપીએલમાં રમવાનો મોકો મળ્યો છે.

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન (PLAINNG ELEVEN)

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યેનસેન, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરપ્રીત બ્રાર અને અર્શદીપ સિંહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ પ્રવીણ દુબે, સૂર્યાંશ શેડગે, વિજયકુમાર વૈશાક, ઝેવિયર બાર્ટલેટ, કાઇલ જૅમીસન.

દિલ્હીઃ ફાફ ડુ પ્લેસી (કૅપ્ટન), સેદિકુલ્લા અટલ, કરુણ નાયર, સમીર રિઝવી, ટ્રિસ્ટેન સ્ટબ્સ (વિકેટકીપર), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુસ્તફિઝુર રહમાન અને મુકેશ કુમાર. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ કેએલ રાહુલ, માનવંથ કુમાર, ત્રિપુર્ણા વિજય, અજય મંડલ, દર્શન નાલકંડે.

આ પણ વાંચો:  ઇશાન કિશનના અણનમ 94, બેંગલૂરુને મળ્યો 232 રનનો પડકારરૂપ લક્ષ્યાંક…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button