વિશ્વમાં એક્સ ડાઉન થતા યુઝર્સની મુશ્કેલીઓ વધી, પોસ્ટ અને પેજ રિફ્રેશમાં મુશ્કેલી

નવી દિલ્હી : માઇક્રોબ્લોગિંગ સાઇટ X શનિવારે સાંજે અચાનક ડાઉન થઈ ગઈ છે. જે ભારતમાં સાંજે 6:07 વાગ્યે ડાઉન થઇ છે. જેના પગલે યુઝર્સને પોસ્ટ કરવામા અને રિફ્રેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ સમગ્ર વિશ્વમાં તેનું સર્વર ડાઉન છે.
છેલ્લા 48 કલાકમાં આ બીજી વખત ડાઉન
છેલ્લા 48 કલાકમાં આ બીજી વખત છે જ્યારે X ડાઉન છે. આ આઉટેજની વૈશ્વિક સ્તરે અસર પડી છે. જેના કારણે કરોડો યુઝર્સ પ્રભાવિત થયા છે. ભારતમાં યુઝર્સ પ્લેટફોર્મની ખાસ સુવિધાઓ સાથે પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જેમાં નોટિફિકેશન્સ પેનલ પણ લોડ નથી થઇ રહ્યા. તેમજ ફીડ રિફ્રેશ કર્યા પછી પણ ટાઈમલાઈન પણ અપડેટ નથી થતી.
આપણ વાંચો: અખબારથી લઈને વેબસાઇટ પર રહેશે નજર: મહારાષ્ટ્ર સરકારે 10 કરોડની બનાવી યોજના
આ અંગે 5 હજાર ફરિયાદો મળી હતી
રીઅલ-ટાઇમ આઉટેજ પર નજર રાખતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટર.કોમ ને વિશ્વભરમાંથી 5,000 થી વધુ ફરિયાદો મળી છે. જે વ્યાપક ટેકનિકલ સમસ્યાઓની પુષ્ટિ કરે છે. ડાઉન ડિટેક્ટરના અહેવાલો અનુસાર આઉટેજથી ખાસ કરીને એન્ડ્રોઇડ અને આઇફોન પર મોબાઇલ યુઝર્સને અસર થઈ છે. તેમજ ડેસ્કટોપ યુઝર્સ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી
જોકે, આ અંગે એલોન મસ્ક કે એક્સ કોર્પ દ્વારા ડાઉન ટાઇમના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. X એ અચાનક ડાઉન કેમ થયું તે હજુ પણ સ્પષ્ટ થયું નથી.