નેશનલ

ઇપીએફઓ કર્મચારીઓ માટે ખુશખબર, પીએફ પર વ્યાજ દર યથાવત રખાયો

નવી દિલ્હી : દેશના સાત કરોડ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરની જાહેરાત કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપવામાં આવી છે. આનાથી ઇપીએફઓ ​​તેના 7 કરોડથી વધુ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પર વાર્ષિક વ્યાજ જમા કરી શકશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ 28 ફેબ્રુઆરીનો નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.

શ્રમ મંત્રાલયે ગુરુવારે ઇપીએફઓ​​ને આ સંદર્ભમાં જાણ કરી

આ પાછલા નાણાકીય વર્ષમાં આપેલા વ્યાજ દર જેટલું છે. જે વ્યાજ દર મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યું હતું. શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાણા મંત્રાલય નાણાકીય વર્ષ 2024-25 માટે ઇપીએફ પર 8.25 ટકા વ્યાજ દર આપવા માટે સંમત થયું છે અને શ્રમ મંત્રાલયે ગુરુવારે ઇપીએફઓ​​ને આ સંદર્ભમાં જાણ કરી છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર તમામ લોકો નવી પેન્શન સ્કીમ લાવવાની તૈયારીમાં, જાણો શું થશે ફાયદા

આ પૂર્વે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 28 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની 237મી બેઠકમાં વ્યાજ દર અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2024માં ઇપીએફઓ​​એ 2023-24 માટે વ્યાજ દર 2022-23માં 8.15 ટકાથી વધારીને 8.25 ટકા કર્યો હતો. જ્યારે માર્ચ 2022 માં 2021-22 માટે ઇપીએફ પર વ્યાજ ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button