મનોરંજન

અંકિતા લોખંડેએ કેમ કહ્યું મારો એક્સ પાછો આવશે…

અંકિતા લોખંડે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં પતિ વિકી જૈન સાથે ભાગ લઈ રહી છે. હાલમાં જ અંકિતા અને વિકી વચ્ચે ગેમ પ્લાનિંગને લઈને અણબનાવ જોવા મળ્યો હતો અને એને કારણે અંકિતા ઘરમાં એકલું એકલું ફીલ કરે છે. શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના એક્સ વિશે વાત કરતી જોવા મળે છે.

આવો જોઈએ શું છે આખો મામલો-

મળી રહેલી માહિતી પ્રમાણે અંકિતા લોખંડે બિગ બોસના લાઈવ ફીડમાં ઘરના બીજા સદસ્ય નાવેદ સાથે વાત કરતી જોવા મળી હતી. અંકિતાએ નાવેદને એવું કહેતી સાંભળવા મળે છે કે બોલીવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેની હાલત કેવી હતી.

અંકિતા આગળ એવું પણ કહેતી સાંભળવા મળે છે કે ‘મારા માટે બ્રેકઅપ પછી જીવનમાં આગળ વધવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે આ એક લાંબી રિલેશનશિપ હતી. આવું ત્યારે જ થાય છે જ્યારે રિલેશનશિપમાં કોઈ એક વ્યક્તિ આગળ વધી જાય છે અને બીજો આગળ નથી વધી શકતો. મને એ દુઃખમાંથી બહાર આવતાં લગભગ અઢી વર્ષ લાગ્યા હતા. હું જીવનમાં આગળ વધી શકતી નહોતી કે ન તો કોઈને ડેટ કરવાનું વિચારી શકતી હતી. મારા માટે પીડાદાયક અને આઘાતજનક હતું, પરંતુ તેમ છતાં મેં ક્યારેય પ્રેમમાં વિશ્વાસ કરવાનું બંધ કર્યું નહોતું. આમાંથી બહાર આવતા જ વિકી મારા જીવનમાં આવ્યો.


‘વિકી હંમેશા મારો મિત્ર હતો, પરંતુ મેં એને ક્યારેય એ નજરે જોયો નહોતો. હું વિકી સાથે વાત કરતી હતી અને એ વખતે હું એને કહેતી કે મારો એક્સ ચોક્કસ જ પાછો આવશે અને હું એની રાહ જોઈશ. મને ખબર નથી કે એ કેવી રીતે બન્યું, બસ વિકી મારા જીવનમાં આવ્યો અને તેણે મને સીધું લગ્ન માટે પ્રપોઝ કર્યું અને અમે રિલેશિનશિપમાં આવી ગયા. વિકીના મારા જીવનમાં આવ્યા પછી મારું જીવન બદલાઈ ગયું એવું વધુમાં અંકિતા વધુમાં જણાવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે અંકિતા અને સુશાંતસિંહ રાજપૂતે ટીવી સિરીયલ પવિત્ર રિશ્તામાં સાથે કામ કર્યું હતું અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જોકે, આ સંબંધ આગળ વધી શક્યો નહીં અને બંને છુટા પડી ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button