નાગપુરમાં પત્ની સાથે વિવાદ થયા બાદ પતિએ સસરાને મોતને ઘાટ ઉતારી દીધો

નાગપુર: નાગપુરમાં પત્ની સાથે વિવાદ થયા બાદ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સસરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બુટીબોરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોરખેડી ગામમાં શુક્રવારે સાંજે આ ઘટના બની હતી.
આરોપી પંકજ દેવરાજ ગજભીયે (30)એ તેના સસરા અરુણ જ્ઞાનદેવ ભગત (65) પર શસ્ત્રના ઘા ઝીંકી દેતાં ઘટનાસ્થળે તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: નરભક્ષી રાજા કોલંદરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, ખોપરીથી સૂપ બનાવી પીતો હત્યારો…
આરોપી અરુણનાં લગ્ન ગયા વર્ષે ભગતની પુત્રી સાથે થયાં હતાં. જોકે ઘરેલું હિંસાને કારણે તેમના સંબંધ બગડવા લાગ્યા હતા.
આરોપી અરુણે અકોલી ખાતેના તેના ઘરે શુક્રવારે પત્નીને અનેક વાર લાફા માર્યા હતા. પત્નીએ આની જાણ તેના પિતાને કરી હતી. આથી ભગત ત્યાં આવ્યો હતો અને તેની પુત્રીને સાથે લઇ ગયો હતો. આ બાબતને લઇ અરુણ રોષે ભરાયો હતો. અરુણે તેમનો બોરખેડી ખાતેના ઘર સુધી પીછો કર્યો હતો અને બાદમાં જાહેરમાં ભગતની હત્યા કરી હતી. (પીટીઆઇ)