આવતીકાલે મુંબઈ દર્શન કરવા નીકળવાના છો? આ વાંચી લો પહેલાં નહીંતર ભેરવાઈ જશો…

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ કરોડો મુંબઈગરાઓ આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આવી આ મુંબઈ લોકલના મેઈન્ટનન્સ માટે દર રવિવારે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આવતીકાલે એટલે કે 24મી મેના પણ ટ્રેક મેઈન્ટેનન્સ, સિગ્નલ મેઈન્ટેનન્સ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જો તમે પણ આવતીકાલે પરિવાર સાથે બહાર નીકળવાની યોજના બનાવી રહ્યા હોવ તો તમારા માટે આ માહિતી જાણી લેવી ખૂબ જ મહત્વની સાબિત થશે.
મળતી માહિતી મુજબ આવતીકાલે માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે મુલુંડ-માટુંગા વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ નાહુર, કાંજુરમાર્ગ, વિદ્યાવિહાર સ્ટેશન પર નહીં ઊભી રહે. લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત હોલ્ટ ઉપરાંત મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, સાયન સ્ટેશન પર પણ ઊભી રહેશે, જેથી ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડશે.
ટ્રાન્સ હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી વાશી, નેરુલ-થાણે વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. રેલવે દ્વારા પ્રવાસીઓને આ બ્લોકની માહિતી જાણીને જ તેમનો ટ્રાવેલ પ્લાન કરવાની ભલામણ કરવામાં આવી છે.
હાર્બર લાઈન અને પશ્ચિમ રેલવે પર કોઈ પણ પ્રકારનો બ્લોક હાથ નહીં ધરવામાં આવે, જેને કારણે આ રૂટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો નહીં આવે. આ રૂટ પર સનડે ટાઈમટેબલ પ્રમાણે ટ્રેનો દોડાવવામાં આવશે.
આ પણ વાંચો…લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી કોલેજિયન્સને થયો ડરામણો અનુભવ, વીડિયો થયો વાઈરલ…