આપણું ગુજરાત

મા-બાપનું જુઠ્ઠાણું બાળકોને પડશે ભારેઃ 300થી વધારે વિદ્યાર્થીઓના એડમિશન રદ થવાની સંભાવના

શિક્ષણનો ખર્ચ માતાપિતાને ભારે પડી રહ્યો છે તે વાત સાચી પણ તેનો અર્થ એવો નથી કે માતા-પિતા ખોટું બોલે. આવા ખોટાબોલા માતા-પિતાની ભૂલની સજા લગભગ 300 આસપાસ બાળકને મળશે તેમ એક અહેવાલ જણાવે છે. આ આંકડો માત્ર એકલા અમદાવાદ શહેરનો છે. શહેરનાં 300થી વધુ આરટીઈ સ્ટુડન્ટ્સના એડમિશન ઈનવેલિડ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

આ અંગે 4 નામાંકિત શાળાના સંચાલકોએ વાલીઓએ ઈનકમ પ્રૂફમાં કરેલા ચેડા ઉઘાડા પાડી દીધા હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદની ચાર ખાનગી સ્કૂલોના જણાવ્યા અનુસાર વાલીઓ ખોટા આવકના દાખલાઓ રજૂ કરી એડમિશન લેતા હોય છે.

RTE એટલે રાઈટ ઓફ એજ્યુકેશન. ડો. મનમોહન સિંહની સરકારે લાગુ કરેલા આ એક્ટની મદદથી વિદ્યાર્થીઓને 6થી 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. સરકારની આ પહેલ છે કે જેના માતા પિતા પાસે એટલી આવક નથી હોતી કે પોતાના બાળકને યોગ્ય ભણતર આપી શકે તેઓ ઓછી આવકના પુરાવા લઈને વિદ્યાર્થીને ભણાવી શકે છે.


તેવામાં અત્યારે આ જરૂરિયાત મંદ લોકોને થઈ રહેલી સહાયતામાં જે લોકો પાત્ર નથી તે પણ પોતાના બાળકને ફ્રીમાં ભણતર મળે એ માટે પ્રયાસો કરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અમદવાદ ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસના અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. જેમાં બહાર આવ્યું છે કે વિદ્યાર્થીઓના વાલીઓ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની સહાયતા લઈને પોતાના બાળકોને ફ્રી શિક્ષણ આપતા હોય છે. ઉલ્લેખનીય છે કે જે વાલીઓની વાર્ષિક આવક રૂ. 1.8 લાખ અથવા રૂ. 1.50 લાખ કે તેથી ઓછી હોય એ જ આનો લાભ લઈ શકે છે. આથી કરીને હવે જે 308 વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ થવાના છે તેમના વાલીઓએ પણ પોતાના ઈનકમ પ્રૂફ સાથે ચેડા કર્યા છે.


ખોટી ઈનકમના દાખલાઓ આપીને તેમણ એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે શાળાના સંચાલકોએ માહિતી આપતા હવે મોટી કાર્યવાહી થઈ શકે તેવી સંભાવના છે.

એક અહેવાલ અનુસાર દિવાળી વેકેશન પહેલાં જ આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. હવે જો વાલીઓએ સાચે આવક દાખલા ખોટા આપ્યા હશે તો તેમની સામે કડક પગલા તો ભરાશે પરંતુ વિદ્યાર્થીઓના એડમિશન પણ રદ થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ આવી શકે છે. જોકે ભવિષ્યનું ધ્યાનમાં રાખીને આમા થોડી રાહત આપાવમાં આવે અને આ રીતે કોઈ વાલી કાયદાનો દુરુપયોગ ન કરે તેવો નિર્ણય લેવાશે. બાળકોને આ વર્ષ પૂરું કરવાની પરવાનગી આપવામાં આવે અને આવતા શૈક્ષણિક વર્ષથી તેમનું એડમિશન આ કાયદા હેઠળ રદ થાય તેવો નિર્ણય થશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza