ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં કોરોનાનો હાહાકાર, દર્દીથી ઉભરાઈ હોસ્પિટલો

કરાચીઃ ભારત સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક સપ્તાહ દરમિયાન કરાચીમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા લોકો જ હતા. તમામ મોત આગા ખાન યુનિવર્સિટી હૉસ્પિટલમાં થયા હતા. અહીં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.

માત્ર કરાચી શહેર જ નહીં પાકિસ્તાનના તમામ મોટા શહેરોમાં હાલ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ, શહેરમાં ઉનાળા દરમિયાન કોરોનાના કેસ અચાનક વધવા સામાન્ય વાત નથી. એક્સપર્ટના કહેવા પ્રમાણે, હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે તેવા સમયે કોરોના કેસ વધવા સારી વાત નથી. કોરોનાનો નવો વેરિઅન્ટ પહેલા જેટલો ઘાતક નથી.

આ પણ વાંચો: ભારતમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો: દિલ્હીમાં 23 નવા કેસ, રાજ્યો એલર્ટ…

પાકિસ્તાનની વિવિધ હૉસ્પિટલમાં આવતા મોટા ભાગના દર્દીમાં હળવા લક્ષણો જેવા કે ગળામાં દુખાવો, તાવખાંસી, શરીરમાં દુખાવો જોવા મળ્યા હતા. આ વાયરસ જે લોકોની ઈમ્યુનિટી નબળી છે તેમને ઝડપથી ભરડામાં લે છે.

કયો વેરિઅન્ટ છે જવાબદાર

કોરોનાની આ નવી લહેર માટે ઓમિક્રોનનો JN.1 વેરિઅન્ટ અને તેના સબ વેરિઅન્ટ્સ LF.7 અને NB.1.8 જવાબદાર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને JN.1 ને વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યો હતો. આ વેરિઅન્ટ વધારે સંક્રામક છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે પહેલાના વેરિઅન્ટ્સની તુલનામાં વધારે ખતરનાક નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button