ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવન તેની ગેમને કારણે નહીં પણ પર્સનલ લાઈફને કારણે વધુ લાઈમલાઈટમાં રહેતો હોય છે. ફરી એક વખત શિખર ધવન ચર્ચામાં આવ્યો છે અને આ વખતે ચર્ચામાં આવવાનું કારણે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો એક વીડિયો છે.
આ વીડિયોમાં તે એવું કહેતો સાંભળવા મળે છે કે આજે તેની પત્નીનો ફોન આવ્યો હતો અને તે માફી માંગી રહી હતી. એ વાત તો જગજાહેર છે કે ધવને તેની પત્ની આયેશા મુખર્જીને છુટાછેડા આપ્યા છે અને ફેમિલી કોર્ટે તેમના છુટાછેડાને મંજૂરી આપી હતી.
આવી પરિસ્થિતીમાં ધવનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ તૂફાન વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પત્ની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતો જોવા મળ્યો છે. તમે જો આ વીડિયોમાં ધવન પત્ની આયેશા મુખર્જી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતો હોય એવું વિચારી રહ્યા હોવ તો પહેલાં એક વખત આ વીડિયો જોઈ જ લો.
વીડિયોમાં ધવન એવું કહી રહ્યો છે કે આજે મારી પત્નીનો ફોન આવ્યો…માફી માંગી રહી હતી. કહી રહી હતી સો સોરી બાબુ… તમે જેમ કહેશો એમ જ કરીશ. જેમ રાખશો એમ જ રહીશ. બસ તમે ઘરે પાછી આવી જાવ… આગળ ધવન વીડિયોમાં એવું પણ કહેતો સાંભળવા મળે છે કે એની વાતો સાંભળીને મારું મન ભરાઈ આવ્યું. ખબર નહીં કોની પત્ની હતી, પણ ખૂબ જ સારી હતી. ભગવાન આવી પત્ની બધાને જ આપે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ધવન પોતાના દીકરા સાથેના વીડિયો કોલનો સ્ક્રીન શોટ શેર કર્યો હતો. ધવને 2023માં એક પણ આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો નથી. છેલ્લે તે ગયા વર્ષે બાંગ્લાદેશ સામે મેચ રમતો જોવા મળ્યો હતો.