ટોપ ન્યૂઝબનાસકાંઠા

બીએસએફે બનાસકાંઠા બોર્ડર પર એક પાકિસ્તાની ઘૂસણખોરને સફળતાપૂર્વક કર્યો ઠાર…

બનાસકાંઠાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે પણ સંબંધો ખરાબ ચાલી રહ્યાં છે. તેવામાં બનાસકાંઠાની સરહદ (Banaskantha Border) પર પાકિસ્તાન ધૂસણખોર (Pakistani intruder)ને ઠાર કરવામાં આવ્યો છે. ધૂસણખોરને બીએસએફ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં ભારતની સરહદમાં આવી રહ્યો હોવાથી તેને ઠાર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

BSF દ્વારા ઘુસણખોરને ચેતવણી પણ આપવામાં આવી હતી
આ મામલે BSF દ્વારા સત્તાવાર રીતે વિગતો આપી હતી. 23 મેની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને સરહદની વાડ તરફ આગળ વધતા જોયો હતો. BSF દ્વારા ઘુસણખોરને ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે આગળ વધતો રહ્યો, જેના કારણે તેમને ગોળીબાર કર્યો હતો. જેથી પાકિસ્તાની ઘુસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.

BSF દ્વારા ઘુસણખોરને ચેતવણી પણ આપવામાં આવી હતી
મહત્વની વાત એ છે કે, પાકિસ્તાન પર અત્યારે કોઈ પણ પ્રકારનો ભરોસો થઈ શકે તેમ નથી. કારણે તેનું કામ માત્ર આતંક ફેલાવવાનું છે. જેથી ભારત પાકિસ્તાન સામે આકરૂ વલણ રાખ્યું છે. બનાસકાંઠા બોર્ડર પર પણ પાકિસ્તાની ઘૂસણખોર દેખાયો હતો. જેથી દેશની સુરક્ષાને ધ્યાને રાખીને તેને ઠાર કરવામાં આવ્યો હતો. જો કે, બીએસએફ દ્વારા આરોપીને ચેતવણી પણ આપવામાં આવી હતી. પરંતુ ધૂસણખોરે બીએસએફની ચેતવણીને ગણકારી નહોતી તેના કારણે તેને ઠાર કરવામાં આવ્યો છે.

આપણ વાંચો : કચ્છ સરહદ પર BSF જવાનો માટે હરામીનાળા સુધી પહોંચશે પીવાનું પાણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button