ટોપ ન્યૂઝનેશનલ

Video: રાહુલ ગાંધીએ પૂંછની મુલાકાત લીધી, પાકિસ્તાનના ફાયરિંગનો ભોગ બનેલા પીડિતોને કહી આ વાત…

શ્રીનગરઃ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પૂંછ પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ રઘવાયા થયેલા પાકિસ્તાને આ વિસ્તારને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી રહેણાંક વિસ્તારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રાહુલ ગાંધીએ આ વિસ્તારના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. તેમણે શાળના બાળકો સાથે વાતચીત કરીને તેમનું મનોબળ પણ વધાર્યું હતું.

રાહુલ ગાંધીએ પાકિસ્તાનના ફાયરિંગથી પ્રભાવિત થયેલા વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું- જ્યારે તમ ખતરો અને થોડી ભયાનક સ્થિતિ જોઈ છે પરંતુ ચિંતા ન કરો. બધું સામાન્ય થઈ જશે. આ સમસ્યના ઉકેલ માટે તમે ખૂબ ભણો, ખૂબ રમો અને સ્કૂલમાં અનેક મિત્રો બનાવો.

રાહુલ ગાંધીએ પાકિસ્તાનના ફાયરિંગમાં નુકસાન પહોંચેલા ગુરુદ્વારાની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત જે બાળકનું મોત થયું હતું તેના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ અધ્યક્ષ તારીક હમીદે કહ્યું, સૌથી વધુ નુકસાન પૂંછમાં થયું છે. રાહુલ ગાંધીએ ફાયરિંગથી પ્રભાવિત થયેલા લોકોની મુલાકાત કરી હતી અને તેમના ઘરને થયેલા નુકસાનની વિગત મેળવી હતી.

આપણ વાંચો : રાહુલ ગાંધી બાલિશ વર્તન કરી રહ્યા છે, તેનાથી કોંગ્રેસને નુકસાન થશે: પ્રફુલ્લ પટેલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button