પોક્સો કેસના આરોપીને સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરી છોડી દીધો, જાણો શં છે કારણ…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે એક પોક્સો કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે પોક્સો કેસમાં ચુકાદો આપતી વખતે ખૂબ જ મહત્વની ટિપ્પણી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવમી દરમિયાન કાયદાની કલમ 142 નો ઉપયોગ કરીને આરોપીને છોડી દીધો હતો. આરોપી યુવક પર સગીરા સાથે જાતીય સંબંધો સ્થાપિત કરવા માટે પોક્સો એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાની અસાધારણ શક્તિઓનો ઉપયોગ કરીને આરોપીને દોષ મુક્ત કરીને છોડી દીધો હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.
પોક્સ એક્ટના આરોપીએ સગીરા સાથે લગ્ન કરી લીધા
આ કેસની વાત કરવામાં આવે તો, આરોપીને સજા આપવાની સગીરાએ જ ના પાડી હતી. કારણે કે, જે સગીરા સાથે આરોપીએ જાતીય સંબંધ બાધ્યાં હતા. તે સગીરા જ્યારે પુખ્ય વયની થઈ ત્યારે આરોપીએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં પરંતુ આરોપી અને તે યુવતીને એક નાનું બાળક પણ છે. જેથી હવે પીડિયા નથી ઈચ્છતી કે આરોપીને સજા કરવામાં આવે. આ કેસમાં પછી સુપ્રીમ કોર્ટ દ્વારા 142 નો ઉપયોગ કરીને આરોપીને દોષ મુક્ત કરીને છોડી દેવામાં આવ્યો હતો.
પીડિતા આ ગુનાને કોઈ અપરાધ નથી માનતીઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેન્ચે એવું કહ્યું કે, પીડિતા (જે પહેલા સગીરા હતી) આ ગુનાને કોઈ અપરાધ નથી માનતી. એટલું જ નહીં પરંતુ પીડિયાએ પોતાના પરિવારને છોડી દીધો છે, અને અત્યારે તેના પતિ જે પોક્સો એક્ટ હેઠળ આરોપી છે તેને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. કારણ કે, સગીરાએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. હવે લગ્ન જીવન દરમિયાન એક સંતાન છે, જેથી હવે તે તેના નાના પરિવાર સાથે રહેવા માંગે છે.