
અમદાવાદઃ ગુજરાતના વેરાવળ પાસે દરિયાકિનારે આવેલું સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાનું એક છે. અહીં શ્રદ્ધાળુઓ બારેમાસ હજારોની સંખ્યામાં જાય છે. આ સાથે અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે વેપાર-ધંધા માટે પણ હજારો લોકો અવરજવર કરે છે. આ તમામ માટે આનંદના સમાચાર છે. બે દિવસ બાદ એટલે કે 26મી મેના રોજ અમદાવાદ વેરાવળ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેને લીલી ઝંડી આપશે.
રેલવેના જણાવ્યા પ્રમાણે આ ટ્રેન સવારે 5.25 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બપોરે 12ઃ25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ રીતે વેરાવળથી બપોરે 2.40 વાગ્યે પહોંચી 9ઃ35 સાબરમતી પહોંચશે. ગુરુવાર સિવાય અઠવાડિયના તમામ દિવસોમાં આ ટ્રેન દોડશે. અમદાવાદથી વેરાવળનું અંતર કાપતા ટ્રેનને સાત કલાક લાગશે. સૌરાષ્ટ્રના રાજકોટ-જુનાગઢ અને વેરાવળ વચ્ચે પણ રેલસુવિધાનો અભાવ છે.
આથી આ ટ્રેન સોમનાથ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ સહિત તમામને મદદરૂપ બનશે. જોકે લોકો સોમનાથ રેલવે સ્ટેશન કાર્યરત થવાની રાહ જોઈ રહ્યા છે. વેરાવળથી સોમનાથ જવાનું વૃદ્ધો સહિત સૌને અઘરું લાગે છે. સોમનાથ સ્ટેશન સોમનાથ મંદિરના મુખ્યદ્વાર પાસે જ બની રહ્યું હોવાથી શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બની રહેશે.
આપણ વાંચો : Vande Bharat ના 6 વર્ષની આવી રહી સફર, હાલ દેશમાં દોડે છે 136 ટ્રેન…