કચ્છ

ભાજપ સાંસદનો મોટો આરોપઃ ‘કોંગ્રેસે કચ્છના રણની જમીન પાકિસ્તાનને વેચી દીધી’

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે. આ દરમિયાન ભાજપના સાંસદે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો હતો. જેનાથી દેશના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી શકે છે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે કચ્છના રણની જમીન પાકિસ્તાનને વેચી દીધી હતી. આ ઘટના 1968માં બની હતી. તે સમયે દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું, 1965ના યુદ્ધ બાદ મામલો ટ્રાઈબ્યુનલમાં પહોંચ્યો હતો.

તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો કે, ભારતે 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું. પરંતુ ઈન્દિરા ગાંધી સરકારે 1968માં કચ્છનો 828 સ્કવેર કિલોમીટર વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો હતો. નિશિકાંત દુબેએ તેમના દાવાને સાબિત કરવા માટે એક દસ્તાવેજની કોપી પણ શેર કરી હતી. નિશિકાંત દુબેએ ઈન્દિરા ગાંધીને આયરન લેડી કહેવા પર કટાક્ષ કરતાં કહ્યું કે, તેમણે સંસદના વિરોધ છતાં ભારતનો હિસ્સો પાકિસ્તાનને સોંપી દીધો હતો. આયરન લેડીનું આ સત્ય છે.

નિશિકાંત દુબે ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના ગોડ્ડાથી સાંસદ છે. 2009 થી સતત આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે. તેઓ તેમના રાજકીય નિવેદનો માટે જાણીતા છે. સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર અંગેની તેમની ટિપ્પણીઓને લઈ તેઓ ચર્ચામાં રહે છે.

આપણ વાંચો : વિવાદોથી ઘેરાયેલા નિશિકાંત દુબેએ સીજેઆઈ મામલે ફરી આમ કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button