ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ! વિસ્ફોટ થતા ઇમારત ધરાશાયી, ઘટનાસ્થળે કુલ 17…

નવી દિલ્હીઃ દેશમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે, દિલ્હીમાં પણ મહિનામાં ત્રણથી ચાર વખત આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. અત્યારે દિલ્હીના બવાના વિસ્તારમાં આગની મોટી ઘટના ઘટી છે. બનાવા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગની આ ઘટના DSIDC બાવાનાના સેક્ટર 2, J-10 માં બની છે. આજે વહેલી સવારે 4:48 વાગ્યાની આસપાસ એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી.

બનાવા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ
ફેક્ટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, ફેક્ટરીની ઇમારતમાં વિસ્ફોટ પણ થયો હતો. વિસ્ફોટના કારણે આખી ઇમારત પડી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યાં છે. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની કુલ 17 ગાડીઓ કામગીરી કરી રહી છે. સ્થાનિકો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી. જોકે, તેમ છતાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ શા કારણે લાગી તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસના વિસ્તારોમાં પણ આગનો ધૂમાડો જોવા મળ્યો હતો.

ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, હાલમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાનું અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને વહીવટીતંત્રે ઘટના સ્થળ પહોંચીને આ વિસ્તારનો કબજો સંભાળી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ જાનહાનિ ના થઈ હોવાની લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

થોડા દિવસ પહેલા પણ દિલ્લીના કોટલા મુબારકપુરમાં આવેલી બજારમાં આગની ઘટના બની હતી. જો કે, તેમાં પણ કોઈ જાનહાનિ નહોતી થઈ. ગત બુધવારે લાગેલી આગની ઘટનામાં બજારમાં કપડાં, તાડપત્રી, સ્ટેશનરી અને કોસ્મેટિક્સ સહિત વિવિધ પ્રકારના સામાન વેચતી દુકાનોને અસર થઈ હતી અને મોટું નુકસાન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button