મહારાષ્ટ્રમાં શરૂ થયો રૂમ નંબર 102 નો વિવાદ! શિંદેની મુશ્કેલીઓ વધશે, શું બોલ્યા ફડણવીસ…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારની દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય સમિતિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ માત્ર બે જ દિવસમાં એક સમિતિમાં વિવાદમાં સપડાઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બુધવારે એક સરકારી ગેસ્ટ હાઉસના રૂમમાંથી 1.84 રૂપિયા રોકડા મળ્યાં હતાં. હવે વિવાદનું કારણ એ છે કે, આ રૂમ અંદાજ સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના ધારાસભ્ય અર્જુન ખોતકરના અંગત સહાયકે બુક કર્યો હતો.

શું છે આ સમિતિનો વિવાદ?
હવે વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે કે, આ રૂપિયા અંદાજ સમિતિના સભ્યોને લાંચ આપવા માટે હતાં. નોંધનીય છે કે, મહારાષ્ટ્રની સરકાર ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. વિવાદની વિગતે વાત કરવામાં આવે તો, અંદાજ સમિતિ અત્યારે નંદુરબાર અને ધુળે જિલ્લામાં તપાસ કરવા માટે પહોંચી છે. ધુળે શહેરના ભૂતપૂર્વ ધારાસભ્ય અનિલ ગોટેએ આરોપ લગાવ્યો હતો કે ધુળે સ્થિત સ્ટેટ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 102માં ૫ કરોડ રૂપિયા છુપાયેલા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ રૂમ સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકરના સરકાર દ્વારા નિયુક્ત અંગત સહાયક કિશોર પાટીલના નામે બુક કરવામાં આવ્યો હતો.
આ મામલે મુખ્ય પ્રધાન ફડણવીસએ કહ્યું કે, ‘આની સંપૂર્ણ સાચી હકીકત સામે આવવી જોઈએ. આ મામલો કાયદાકીય સમિતિ પર ગંભીર સવાલો કરે છે, જેને નજર અંદાજ કરી શકાય નહીં. રાજ્ય વિધાનસભાનું સન્માન અને ગરિમા જાળવવી જોઈએ. તેથી, પૈસાના વ્યવહારોની તપાસ માટે એક SIT ની રચના કરવામાં આવશે’
કુલ 30 અલગ અલગ સમિતિઓની રચના કરાઈ
મળતી વિગતો પ્રમાણે વિધાનસભાઓમાં કાયદાકીય સમિતિઓની જરૂરિયાત સમિતિઓ કાયદાની તપાસ કરવા, સરકારી નીતિઓની તપાસ કરવા અને વિભાગની કામગીરી પર દેખરેખ રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 30 અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. નાણાં અને સરકારી ખર્ચના મામલામાં તેમાંથી સૌથી મહત્વપૂર્ણ જાહેર હિસાબ સમિતિ (PAC) અને અંદાજ સમિતિ છે. પરંતુ આમાંથી એક સમિતિ અત્યારે સરકારી રૂપિયાને લઈને વિવાદમાં સપડાઈ છે.
આ સમિતિના અધ્યક્ષ તરીકે અર્જુન ખોતકરને નિયુક્ત કરવામાં આવ્યા
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર અને મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદના અધ્યક્ષ સંયુક્ત રીતે અંદાજ સમિતિની નિમણૂક કરે છે. 28 સભ્યો ધરાવતી વર્તમાન સમિતિની નિમણૂક 29 એપ્રિલના રોજ કરવામાં આવી હતી, જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંનેનું પ્રતિનિધિત્વ હતું. શિવસેનાના ધારાસભ્ય અર્જુન ખોતકરને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 19 મેના રોજ, ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભા સમિતિઓ 2024-25 ના સંયુક્ત ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી હતી.
આપણ વાંચો : તુર્કીથી ફ્લાઇટ લીઝ લેવા માટે શિંદે જૂથનો વિરોધ ઇન્ડિગોને કોન્ટ્રાક્ટ રદ કરવા આપી ચેતવણી…