ટોપ ન્યૂઝનેશનલ

કોરોનાનો કહેરઃ કેસ વધતાં આ રાજ્યોએ જાહેર કરી એડવાઇઝરી…

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતાં તંત્ર પણ એલર્ટ થઈ રહ્યું છે. આ દરમિયાન હરિયાણા, દિલ્હી, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોએ એડવાઈઝરી જાહેર કરી છે.

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં તમામ હૉસ્પિટલોને બેડ, ઓક્સિજન, દવા અને વેક્સિનનો પૂરતો સ્ટોક રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત જે પણ દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યા છે તે દિલ્હીના રહેવાસી છે કે નહીં તેમજ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરવામાં આવી રહી છે.

આંધ્ર પ્રદેશમાં સાવચેતીના પગલા તરીકે આરોગ્ય, તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેર પરિવહન અને શોપિંગ મોલ, સિનેમા હોલ, પૂજા સ્થળો અને બજારો જેવા ભીડભાડવાળા સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું હતું. આરોગ્ય, તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેર પરિવહન અને શોપિંગ મોલ, સિનેમા હોલ, પૂજા સ્થળો અને બજારો જેવા ભીડભાડવાળા સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું હતું. નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.

કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાન દિનેશ ગુંડ્ડૂ રાવે રાજ્યમાં કોવિડ-19ના 16 એક્ટિવ કેસ હોવાનું જણાવ્યું હતું. સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ, બેંગલુરુમાં 9 મહિનાના બાળકમાં કોવિડ-19ની પુષ્ટિ થઈ હતી. તંત્ર દ્વારા કોરોનાને લઈ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું.

કયો વેરિઅન્ટ છે જવાબદાર
કોરોનાની આ નવી લહેર માટે ઓમિક્રોનનો JN.1 વેરિઅન્ટ અને તેના સબ વેરિઅન્ટ્સ LF.7 અને NB.1.8 જવાબદાર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને JN.1 ને વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યો હતો. આ વેરિઅન્ટ વધારે સંક્રામક છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે પહેલાના વેરિઅન્ટ્સની તુલનામાં વધારે ખતરનાક નથી.

કેવા હોય છે લક્ષણો
કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો થાય છે. આ સાથે ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન અનુભવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button