નરભક્ષી રાજા કોલંદરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, ખોપરીથી સૂપ બનાવી પીતો હત્યારો…

અલ્હાબાદ, ઉત્તર પ્રદેશઃ ભારતમાં હત્યાની ઘટના વધી રહ્યો હોવાનું ક્રાઇમ રેટના આંકડા કહી રહ્યાં છે. એક વ્યક્તિ મૃત વ્યક્તિના મૃત શરીરનું માંસ ખાતો, ખોપરીને ઉકાળીને સૂપ બનાવતો હતો અને પછી તેને પીતો હતો. તે વ્યક્તિ પોતાને રાજા કોલંદર કહેતો હતો. આ કેસમાં લખનૌ એડીજે કોર્ટે નરભક્ષક રામ નિરંજન ઉર્ફે રાજા કોલંદર અને તેના સાથી બચ્ચરાજ કોલને આજીવન કેદની સજા ફટકારી છે. એટલું જ નહીં પરંતુ 2.5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
વિગતે વાત કરવામાં આવે તો, 2000માં રાજા કોલંદર અને બચ્છારાજ કોલે 22 વર્ષના મનોજ સિંહ અને તેના ડ્રાઈવર રવિ શ્રીવાસ્તવનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ અપહરણ કર્યા બાદ બન્નેની હત્યા કરી દીધી હતી. આ કેસમાં કોર્ટે રાજા કોલંદર અને બચ્છારાજ કોલને ગુનેગાર માની આજીવન કેદની સજા સંભળાવી છે. મહત્વની વાતએ છે કે, આરોપીઓ સામે પત્રકાર ધીરેન્દ્ર સિંહની હત્યા મામલે 2012માં અલ્હાબાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
આરોપી મૃત વ્યક્તિની ખોપરીને ઉકાળીને સૂપ બનાવીને પીતો
ચોંકાવનારી બાબત એ છે કે, રાજા કોલંદર પર એક બે નહીં પરંતુ 14થી પણ વધારે હત્યાના કેસ ચાલી રહ્યાં છે. આરોપી રાજા કોલંદર લોકોની હત્યા કરીને શરીરના ટુકડા કરી દેતો હતો. એટલું નહીં પરંતુ તે મૃત વ્યક્તિની ખોપરીમાંથી મગજ કાઢીને તેને ઉકાળીને સૂપ બનાવીને પીતો હતો. સ્વાભાવિક છે કે, આવા વ્યક્તિને નરભક્ષી કહેવામાં આવે છે. જેથી તેને કડકમાં કડક સજા થવી જ જોઈએ. કોર્ટે તો અત્યારે આ બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી રાજા કોલંદર પ્રયાગરાજના નૈનીના શંકરગઢમાં સ્થિત હિનૌટા ગામનો રહેવાસી છે.