સ્પેશિયલ ફિચર્સ

શું ચા-કોફીની આદત ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે નિષ્ણાતો…

“ચા વિના મને ચેન પડે નહિ” જેવા ગીત ખ્યાત હોય ત્યાં ચાની આદત વિશે વધુ શું વાત કરવી રહી. ભારતના મોટાભાગના ઘરોમાં ચા અને કોફી દૈનિક જીવનનો અભિન્ન ભાગ સમાન સ્થાન છે. સોશિયલ મીડિયા પર પણ ચા-કોફીને લઈને અનેક મીમ્સ જોવા મળે છે. આ પીણાંઓમાં કેફીન અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ડોકટરો વારંવાર વધુ પડતી ચા અને કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જણાવે છે. પરંતુ શું ઓછી માત્રામાં ચા અને કોફી તમારા માટે ફાયદાકારક છે? ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ.

ચા અને કોફી ફક્ત સ્વાદ કે શોખને કારણે જ નથી પીવાતી
ચા અને કોફી એ આપણે ત્યાં એક સામાન્ય પીણું બની ચૂક્યું છે. ઘરમાં મહેમાન આવે ત્યારે સૌપ્રથમ તેમને ચા કે કોફી માટે જ પૂછવામાં આવે છે. કોર્પોરેટ ઓફિસોમાં પણ તેનું સ્થાન બની ચૂક્યું છે. ચા અને કોફી ફક્ત સ્વાદ કે શોખને કારણે જ નથી પીવાતી. તેના પાછળ ઘણા રહસ્યો છુપાયેલા છે. કેટલાક લોકો ચા અને કોફી એટલા માટે પીવે છે, કારણ કે તેમને તેનાથી એનર્જી મળતી હોવાનો અહેસાસ થાય છે. જ્યારે કેટલાક લોકો તેને વ્યસનને કારણે પીવે છે.

બંને પીણાં રાહત તો આપે છે પરંતુ….
આ અંગે નિષ્ણાતો જણાવે છે કે ચા અને કોફીમાં કેફીન અને એન્ટીઑકિસડન્ટ હોય છે. ચામાં રહેલું એલ-થીનાઇન (L-theanine) શાંતિ અને આરામનો અહેસાસ કરાવે છે, જ્યારે કોફી કેફીનથી ભરપૂર હોવાથી તાત્કાલિક ઊર્જા પ્રદાન કરે છે. બંને પીણાં તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે અને લોકોને તેનો અહેસાસ પણ થાય છે. માનસિક તણાવમાં બંને પીણાં રાહત તો આપે છે, પરંતુ તેમનું વધુ સેવન નુકસાનકારક હોય છે.

Hummingbird

કોણે ચા-કોફીથી અંતર રાખવું જોઇએ?
તબીબો જણાવે છે કે જો પેટ સંબંધિત કોઈ રોગ ન હોય, તો દિવસમાં બે થી ત્રણ વાર ચા કે કોફી લઈ શકાય છે. જો ગેસ, એસિડિટી, અપચો કે કબજિયાત જેવી સમસ્યા હોય તો ચા કે કોફીનું વધુ સેવન નુકસાન જ પહોંચાડશે. તેથી તેમનું સેવન ઓછું કરવું જોઈએ. જો તણાવ અનુભવાઈ રહ્યો હોય તો ચા અને કોફીની જગ્યાએ તમે પ્રાકૃતિક અને હર્બલ ડ્રિન્ક્સ નું સેવન કરી શકો છો.

નોંધ: અત્રે આપવામાં આવેલી ટિપ્સ માત્ર સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ લેવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button