સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડે 300 રનની સરસાઈ લઈને ઝિમ્બાબ્વેને ફૉલો-ઑન આપી…

નૉટિંગહૅમઃ ઇંગ્લૅન્ડે (ENGLAND) બાવીસ વર્ષ બાદ પહેલી વાર ઝિમ્બાબ્વે (ZIMBABWE) સામે રમાતી ટેસ્ટ (TEST)માં શુક્રવારે બીજા દિવસે પ્રથમ દાવ છ વિકેટે 565 રનના સ્કોર પર ડિક્લેર કર્યા બાદ ઝિમ્બાબ્વેને 265 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું અને 300 રનની સરસાઈ મેળવીને એને ફૉલો-ઑન આપી હતી. ઝિમ્બાબ્વેના 265 રનમાં લગભગ અડધા ભાગના રન ઓપનર બ્રાયન બેનેટ (139 રન, 143 બૉલ, 26 ફોર)ના હતા. કૅપ્ટન ક્રેગ ઇરવિને 42 રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડના બોલર્સમાંથી સ્પિનર શોએબ બશીરે (SHOAIB BASHIR) સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ગસ ઍટક્નિસન અને કૅપ્ટન બેન સ્ટૉક્સે બે-બે વિકેટ મેળવી હતી. એ પહેલાં, ઇંગ્લૅન્ડના 565 રનમાં ઝૅક ક્રૉવ્લીના 124 રન, બેન ડકેટના 140 રન અને ઑલી પોપના 171 રન હતા. જૉ રૂટ ગુરુવારે ટેસ્ટ ક્રિકેટમાં 13,000 રન કરનાર પ્રથમ બ્રિટિશ પ્લેયર બન્યો હતો.
ઑલી પોપ કરીઅરની બીજી ડબલ સેન્ચુરીની નજીક પણ નહોતો પહોંચી શક્યો.

બેન ડકેટે 100 બૉલમાં, ક્રૉવ્લીએ 145 બૉલમાં અને ઑલી પોપે 109 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. ઝિમ્બાબ્વેના સાતમાંથી ત્રણ બોલરે 100થી વધુ રન આપ્યા હતા. પેસ બોલર બ્લેસિંગ મુઝરબનીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button