મુખ્યપ્રધાને ધુળે રોકડ રિકવરી કેસ ઇડી ને કેમ ન સોંપ્યો; રાઉત…

મુંબઈઃ અંદાજ સમિતિની તાજેતરની મુલાકાત પહેલા ધુળે શહેરના ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી ૫ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે શુક્રવારે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા સવાલ કર્યો કે આ અંગેનો કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને કેમ ન સોંપ્યો. તેમણે મહારાષ્ટ્ર સરકાર આ મામલાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે સમયમર્યાદા નક્કી કરે તેવી માંગ કરી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે અને તે લાંચ આપવા માટે હતા. આ આરોપોને કારણે મુખ્યમંત્રીએ એસઆઈટી તપાસનો આદેશ આપ્યો હતો.

પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે એસઆઈટી ની જાહેરાત કરવાને બદલે, મુખ્યપ્રધાને રાજ્ય વિધાનસભામાં સેક્શન ઓફિસર કિશોર પાટિલ અને અંદાજ સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકરના પર્સનલ આસિસ્ટન્ટ સામે કેસ નોંધવાનો આદેશ આપવો જોઈતો હતો. ખોતકર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ધારાસભ્ય છે.
રાઉતે સવાલ કર્યો હતો કે,”જો ખોતકરના કહ્યા પ્રમાણે આ સમગ્ર ઘટના સમિતિને બદનામ કરવા માટે નાટક હતું, તો વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે દ્વારા પાટીલને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?” આના જવાબમાં રામ શિંદેએ જણાવ્યું હતું કે, રૂમ તેમના નામે બુક કરવામાં આવ્યો હોવાથી કિશોર પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
“તમામ મર્યાદાઓ ઓળંગવા બદલ સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ફટકાર લગાવવા અંગે પૂછવામાં આવતા, રાઉતે કહ્યું કે, “નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે છેલ્લા ૧૦ વર્ષોમાં રાજકીય વિરોધીઓને હેરાન કરવા માટે એજન્સીનો દુરુપયોગ કર્યો છે, અને “સુપ્રીમ કોર્ટે પણ આ જ વાત તરફ ધ્યાન દોર્યું છે”.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સંચાલિત દારૂના વિક્રેતા તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કર્પોરેશન લિમિટેડ સામે ગેરકાયદેસર રીતે વાઇન શોપ લાઇસન્સ આપવાના આરોપમાં મની લોન્ડરિંગ તપાસ પર સ્ટે આપ્યો હતો. સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ કહ્યું, “તમારી ઇડી બધી મર્યાદાઓ ઓળંગી રહી છે.”
પીટીઆઈ
આપણ વાંચો : ધુળે ગેસ્ટ હાઉસ રૂમમાં રોકડ: મહારાષ્ટ્ર કાઉન્સિલના અધ્યક્ષે વિધાનસભા કર્મચારીને સસ્પેન્ડ કર્યા