ઐશ્વર્યા રાય-બચ્ચનના દેસી બાદ મોર્ડન બહુવાળો લૂક જોયો કે…? જોશો તો…

ફ્રાન્સમાં યોજાઈ રહેલાં કાન ફિલ્મ ફેસ્ટિવલ-2025માં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના દેસી લૂકની ચર્ચા હજી તો માંડ માંડ શમી હતી ત્યાં હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બચ્ચન પરિવારની બહુરાનીના મોર્ડન લૂકની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એટલું જ નહીં તેણે આઉટફિટને ઈન્ડિયન ટચ આપવા માટે જે કામ કર્યું હતું એ જોઈને તો તમે ગર્વથી ફૂલ્યા નહીં સમાવ…
ઐશ્વર્યા રાય-બચ્ચને આઈવરી બનારસી સાડીમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ધમાલ મચાવ્યા બાદ હવે તેણે પોટાના મોર્ડન લૂકથી ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બીજા દિવસે ઐશ્વર્યાએ ડિઝાઈનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઈન કરેલો બ્લેક ગાઉન પહેર્યો હતો, જેને તેણે બનારસી બ્રોકેડ કેપ સાથે સ્ટાઈલ કર્યો હતો. વાત કરીએ આઉટફિટને આપવામાં આવેલા ઈન્ડિયન ટચની તો આ કેપ પર ભગવદ્ ગીતાનો એક શ્લોક લખવામાં આવ્યો હતો.
ઐશ્વર્યાએ કેરી કરેલા બનારસી કેપ પર લખવામાં આવેલા શ્લોકનો અર્થ એવો થાય છે કે તમને માત્ર તમારા કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ એ કર્મોના ફળ પર તકમારો અધિકાર નથી. વાત કરીએ બ્લેક ગાઉનની તો ઐશ્વર્યાએ પહેરેલા ગાઉન પર હેન્ડ વર્ક કરવામાં આવ્યું છે અને એ માટે સોનું, ચાંદી, ચારકોલની સાથે માઈક્રો ગ્લાસ ક્રિસ્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઐશ્વર્યાએ આઈવરી બનારસી સાડીમાં રેડ કાર્પેટ પર પોતાના હુસ્નનો જાદુ ચલાવ્યો હતો. એ સમયે તેની જ્વેલરી અને સાડી કરતાં પણ વધુ ચર્ચા તેણે સેંથીમાં પૂરેલા સિંદૂરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.