ન્યૂડ બેઝ્ડ સિકવન્સવાળું ગાઉન અને બિકની બેગ સાથે ઉર્વશીએ ફરી રંગ જમાવ્યો

સાઉથ સેન્સેશન ઉર્વીશી રાઉતૈલા હાલમાં ફ્રાન્સમાં આગ લગાડી રહી છે. Cannes Film Festival-2025માં એક પછી એક લૂક સાથે ઉર્વશી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ઉર્વશીના દરેક ગાઉન સાથે તેની બેગ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફરી તેણે પોતાના લૂક સાથે બેગ્સનું એવું તો કોમ્બિનશન કર્યું છે કે ઉર્વશી સાથે આ બિકની બેગ પણ છવાઈ ગઈ છે.
પહેલે દિવસે ઉર્વશી પેરોટ બેગ સાથે આવી હતી, જેની કિંમત સાડા ચાર લાખ જેટલી હોવાનુ જાણવા મળ્યું હતું ત્યારે હવે અભિનેત્રીએ જે સોનાચાંદી હીરામાણેક જડેલું બેગ પાપરાઝી સામે ફ્લોન્ટ કર્યું છે તેની કિંમત તેના કરતા પણ વધારે છે. પણ તેનાં બેગની વાત કરતા પહેલા તેના આઉટફીટની વાત કરી લઈએ.
ઉર્વશી ત્રીજીવાર રેડ કાર્પેટ પર આવી છે. તેણે લાઈટ ક્રીમ કલરનું જુડિથ લિબર બ્રાન્ડનું ગ્લો કસ્ટમ ગાઉન પહેર્યું છે. ન્યૂડ બેઝવાળા ગાઉનમાં જડેલી ચમકીલી સિકવન્સને લીધે તેનો લૂક બ્રાઈટ લાગે છે.
ગાઉનને ન્યૂડ બેઝ આપવામાં આવ્યો હતો અને તેને સિક્વિન્સ, સ્ટાર્સ અને સ્ટડ્સથી ભરી દેવામાં આવ્યો છે. નેકલાઈનથી લઈ કમર સુધીઆ ચમકતા સોના-ચાંદી જેવું ડેકોરેશન સૌનું ધ્યાન ખેંચે તેવું છે. જ્યારે નીડાઉન બોડી ફિટેડ સ્કર્ટના ભાગમાં ફ્લેર એડ કરવામાં આવી છે સિલ્વર અને ગોલ્ડન સિકવન્સ પર સ્ટાર લગાવવામાં આવ્યા હતા. અગાઉ રંગબેરંગી અને ત્યારબાદ બ્લેક ગાઉનમાં આવેલી ઉર્વશીએ આ વખતે અલગ આઉટફીટ પસંદ કર્યું છે.

હવે વાત કરીએ સેન્ટર ઓફ ધ અટ્રેક્શન એવા બિકની બેગની. હીરા અને ક્રિસ્ટલથી જટેલા આ બેગની કિંમત સવા પાંચ લાખ આસપાસ છે. જુડિથ લિબર બ્રાન્ડના આ બેગે ઉર્વશીના લૂકને અલગ જ શેડ આપ્યો છે.
આ બેગની મેટાલિક ગોલ્ડ બિકની ટોપ પણ અલગ અલગ ક્રિસ્ટલ સાથે ડેકોરેટ કરવામાં આવી છે. આ સાથે મોતી અને ક્રિસ્ટલ તેમ જ ડાયમન્ડના ફિનિશિંગ ટચને લીધે બેગ પરફેક્ટ મેચ લાગી રહ્યું છે.
ઉર્વશી અગાઉ માલ ફંકશનનો પણ શિકાર બની હતી. તેનું બ્લેક ગાઉન એક બગલની બાજુમાંથી ફાટી ગયેલું કેમેરામાં દેખાયું હતું. જોકે ઉર્વશીએ આનું કારણ આપતા જણાવ્યું હતું કે એક વૃદ્ધ વ્યક્તિને ટેકો આપવામાં તે ફાટી ગયું હતું. સોશિયલ મીડિયામાં ઉર્વીશીના બધા જ લૂક માટ મિશ્ર પ્રતિસાદ મળે છે.