IPL 2025

ચોથા નંબરનું મુંબઈ હજી ટૉપ-ટૂમાં આવી શકે, જાણી લો કેવી રીતે…

મુંબઈ: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન (MI)એ દિલ્હી કેપિટલ્સને વાનખેડેમાં 59 રનથી હરાવીને પ્લે-ઑફ (PLAY OFF)માં સ્થાન પાકું કરી લીધું, પણ હવે સવાલ એ છે કે એમઆઈની ટીમ ટોપ-ટૂ (TOP 2)માં આવી શકે કે નહીં. ઉલ્લેખનીય છે કે ટોપ-ટૂમાં આવનારી ટીમ 29 મેની ક્વોલિફાયર-વનમાં રમશે અને એમાં જીતનારી ટીમને સીધા ફાઇનલમાં જવા મળશે.

બુધવારે વાનખેડેમાં આઇપીએલ (IPL-2025)ની વખતની સીઝનની છેલ્લી મૅચ હતી. એમાં મુંબઈનો દિલ્હી સામે જવલંત વિજય થયા બાદ એમઆઈના મેન્ટર અને લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરની આગેવાનીમાં એમઆઈની ટીમે વાનખેડેના મેદાન પર વિજયી પરેડ યોજી હતી અને પ્રેક્ષકોનો તેમ જ સમગ્ર મુંબઈનો આભાર માન્યો હતો.

આપણ વાંચો: મુંબઈ દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સ ઝડપાયું; ઇન્ડિયન નેવીએ આ રીતે 2,500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ક્વોલિફાયર-વનમાં હારી જનારી ટીમને ફાઇનલ (Final)માં જવા માટે બીજો મોકો મળશે.
ગુજરાત, બેંગલૂરુ અને પંજાબ જેવી ધરખમ ટીમ આગળ હોવાથી મુંબઈ માટે પહેલા બે સ્થાનમાં આવવું મુશ્કેલ તો છે, પરંતુ અસંભવ નથી.

મુંબઈ પાસે 13 મૅચ રમ્યા પછી 16 પોઇન્ટ છે. ગુજરાત પાસે 18 તેમ જ બેંગલૂરુ અને પંજાબ પાસે 17-17 પોઇન્ટ છે. ગુજરાત અને મુંબઈની હવે એક જ લીગ મૅચ બાકી છે જ્યારે બેંગલૂરુ તથા પંજાબની બે-બે મૅચ બાકી રહી છે એટલે એ બંનેને ટૉપ-ટૂમાં આવવાનો વધુ મોકો છે.

હા, મુંબઈને ટૉપ-ટૂમાં આવવા માટે સૌથી મોટો ચાન્સ એ છે કે બેંગલૂરુ અને પંજાબ પોતાની બાકીની બંને મૅચ હારી જાય તો મુંબઈને ફાયદો થઈ શકે અને ટૉપ-ટૂમાં આવી શકે. પંજાબની બાકીની બેમાંથી એક મૅચ મુંબઈ સામે છે જે જીતીને મુંબઈ 18 પોઇન્ટ પર આવી શકે. મુંબઈનો નેટ રનરેટ (+1.292) પહેલેથી જ તમામ ટીમોમાં સૌથી મજબૂત રહ્યો છે એટલે એનો પણ મુંબઈને ફાયદો થઇ શકે.

આપણ વાંચો: દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…

ગુજરાતની ટીમ ગુરુવારે લખનઊ સામે હારી ગઈ હતી, પણ હજી ગુજરાતની એક મૅચ બાકી છે. જો ગુજરાત, બેંગલૂરુ અને પંજાબ હવે એક-એક મૅચ પણ જીતશે તો મુંબઈને ટૉપ-ટૂમાં આવવા નહીં મળે.

મુંબઈએ સોમવાર, 26મી મેએ પંજાબ સામે જીતવું જ પડશે. લીગ મૅચો હવે અમદાવાદ, લખનઉ અને જયપુરમાં રમાવાની છે. જો વરસાદને લીધે ગુજરાત, બેંગ્લૂરુ કે પંજાબની મૅચ ખોરવાઈ જશે અને તેઓ એક-એક પોઇન્ટ મેળવશે તો મુંબઈને પંજાબ સામેના વિજય તેમ જ સર્વોચ્ચ રનરેટના જોર પર ટૉપ-ટૂમાં આવવા મળી શકે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ સિવાયની પ્લે-ઑફની ત્રણ ટીમના રનરેટ મુંબઈ કરતાં નબળા છે. ગુજરાતનો રનરેટ +0.795, બેંગલૂરુનો +0.482 અને પંજાબનો +0.389 છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button