નેશનલ

ભાજપ શાસિત આ રાજ્યમાં ધો.12 બોર્ડમાં 18 સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી ન થયો પાસ

કુરુક્ષેત્રઃ હાલ વિવિધ રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર થઈ રહ્યા છે. હરિયાણા બોર્ડે પણ તેનું પરિણામ જાહેર કર્યું હતું. હરિયાણા બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનના ધો. 12ના રિઝલ્ટને લઈ કોંગ્રેસ નેતા ઉદિત રાજે ટોણો માર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, હરિયાણા બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનમાં આ વર્ષે 18 સ્કૂલમાં ધો. 12નો એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. જો તેઓ ભણશે તો અંધભક્તો ક્યાંથી આવશે? ભણશે તો મુસ્લિમો સાથે કોણ લડશે? ભણશે તો ગુંડા અને ગુનેગારો ક્યાંથી પેદા થશે?

હરિયાણા બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનું 85.66 ટકા પરિણામ જાહેર થયું હતું. 18 સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નહોતો. તમામ સ્કૂલોમાં મળીને 59 વિદ્યાર્થી હતી. આ રિઝલ્ટ સામે આવ્યા બાદ બોર્ડે 100 ખરાબ પ્રદર્શન કરનારી સ્કૂલોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ બંને સામેલ છે.

બોર્ડના લિસ્ટ અનુસાર 18માંથી નૂહમાં 6, ફરીદાબાદમાં 4, ગુરુગ્રામ, હિસાર, કરનાલ, પલવલ, રોહતક, સોનીપત અને યમુનાનગરમાં 1-1 છે. યમુનાનગરની હિન્દુ ગર્લ્સ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં 23 વિદ્યાર્થિનીઓ હતી, તમામ નાપાસ થઈ હતી. હરિયાણા બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનના અધ્યક્ષ ડો. પવન કુમારે જણાવ્યું, એક સ્કૂલમાં 13 વિદ્યાર્થી હતા અને એક પણ પાસ થયા નહોતા.

આ પણ વાંચો… ગુજરાતમાં છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજનામાં વિદ્યાર્થીઓને અપાતી રકમ વધારવામાં આવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button