ટોપ ન્યૂઝમહેસાણા

ધરોઈ ડેમ ખાતે ગુજરાતના સૌપ્રથમ એડવેન્ચર ફેસ્ટનું મુખ્ય પ્રધાને ઉદ્ઘાટન કર્યું, બોટિંગની મજા પણ માણી

મહેસાણાઃ વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌપ્રથમ તથા દેશના સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી હતી અને બોટરાઈડનો આનંદ માણ્યો હતો.

45 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટમાં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. એડવેન્ચર ફેસ્ટમાં જમીન,પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવો સાથે 10થી વધુ એક્ટિવિટીઝ જોવા મળશે.કુદરતી સૌદર્ય વચ્ચે પર્યટકો વચ્ચે આહલાદક વાતાવરણ અનુભૂતિ મળશે. ધરોઇ ખાતે એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવતા આસપાસના લોકોને રોજગારીનો સ્કોપ મળશે. શુદ્ધ પાણી, ગ્રેનાઇટની ટેકરીઓ અને સુંદર ટાપુઓના સમૂહથી સમૃદ્ધ ધરોઈ ડેમને ગુજરાત જ નહીં પરંતુ, સમગ્ર ભારતમાં વૈશ્વિક કક્ષાના સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા ગુજરાત ટુરિઝમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારે 2023ના બજેટમાં ધરોઈમાં ટેન્ટ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. કચ્છના રણમાં ધોરડો અને ધોળાવીરાના ટેન્ટ સિટી તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ટેન્ટ સીટીને સારો પ્રતિસાદ મળ્યો છે. ધરોઈ ડેમને પ્રવાસી આકર્ષણ તરીકે લોકપ્રિય બનાવવા માટે આ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડેમ મહેસાણા જિલ્લાના ધરોઈ નજીક સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો છે. ડેમનું બાંધકામ 1971 માં શરૂ થયું હતું અને 1978 માં તેનું ઉદ્ઘાટન થયું હતું.તેની કુલ જળ સંગ્રહ ક્ષમતા 907.88 મિલિયન ક્યુબિક મીટર છે. ગુજરાત સરકાર ધરોઈ ડેમ અને તેની આસપાસના વિસ્તારને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કામ કરી રહી છે. ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પણ એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનશે.

આ પણ વાંચો…ગુજરાતનો પ્રથમ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમ ખાતે યોજાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button