અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશને ઈમ્પેક્ટ ફી ભરવાની મર્યાદા છ મહિના લંબાવી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈમ્પેક્ટ ફી વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો હતો. કોર્પોરેશનને 75973 અરજી મળી હતી, જેમાંથી 21651 અરજી મંજૂર થઈ હતી. તંત્રને રૂ. 258 કરોડની આવક થઈ હતી.
ઈમ્પેક્ટ ફી માટે ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 11583, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 10784, પશ્ચિમ ઝોનમાંથી 12958, મધ્ય ઝોનમાંથી 4977, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 9656, પૂર્વ ઝોનમાંથી 11475 અને દક્ષિણ ઝોનમાંથી 14540 મળી કુલ 75973 અરજી આવી હતી. જૈ પૈકી અનુક્રમે 3258, 2302, 4688, 535, 1810, 5937, 3132 મળી કુલ 21651 અરજી મંજૂર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી ભરવામાં આવે છે. આ ફી ભરીને, જે બાંધકામો નિયમોનું પાલન કર્યા વિના બનાવવામાં આવ્યા હોય તેમને કાયદેસરની માન્યતા મળે છે. ઇમ્પેક્ટ ફીનો મુખ્ય હેતુ જે બાંધકામો બિનઅધિકૃત રીતે બનાવવામાં આવ્યા છે, તેમને તોડી પાડવાને બદલે ચોક્કસ ફી લઈને કાયદેસર કરવામાં આવે તેવો છે. આનાથી લોકોને પોતાનું બાંધકામ ગુમાવવું પડતું નથી અને સરકારને પણ આંતરમાળખાકીય સુવિધાઓ (જેમ કે રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા વગેરે) વધારવા માટે ભંડોળ મળે છે. આ ફીની રકમનો ઉપયોગ જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવામાં થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button