છેલ્લા કારોબારી દિવસે બજારની સારી શરૂઆત; આ સેક્ટરના શેરોમાં મોટો ઉછાળો

મુંબઈ: આજે શુક્રવારે એટલે કે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ભારતીય શેરબજાર ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યું છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 54 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 80,897 પર ખુલ્યો, ત્યાર બાદ શરૂઆતના ટ્રેડીંગમાં સેન્સેક્સ ગ્રીન સિગ્નમાં પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પેકમાં, 5 શેર રેડ સિગ્નલમાં અને 25 શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થતા જોવા મળ્યા. બીજી તરફ , નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 115 પોઈન્ટના વધારા સાથે 24,724 પર ટ્રેડ થતો જોવા મળ્યો.
આ શેરોમાં વધારો નોંધાયો:
આજે સેન્સેક્સ પેકના ઝોમેટો, આઇટીસી, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, પાવરગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ, ટીસીએસ, લાર્સન એન્ડ ટર્બો, એચયુએલ, ટાટા સ્ટીલ, કોટક બેંક, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, એનટીપીસી, મારુતિ અને એરટેલમાં વધારો નોંધાયો હતો. જ્યારે HDFC બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ICICI બેંક અને સન ફાર્માના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
સેકટોરલ ઇન્ડેક્સની સ્થિતિ:
સેકટોરલ ઇન્ડેક્સ તરફ નજર કરીએ તો, આજે નિફ્ટી આઈટીમાં સૌથી વધુ 1.11 ટકાનો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 0.35 ટકા, નિફ્ટી FMCG 0.96 ટકા, નિફ્ટી મીડિયા 0.47 ટકા, નિફ્ટી મેટલ 0.40 ટકા, નિફ્ટી PSU બેંક 0.37 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.20 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.64 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.04 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.69 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.01 ટકા અને નિફ્ટી મિડસ્મોલ IT & ટેલિકોમ 1.10 ટકા વધ્યા હતા.
આ ઉપરાંત, નિફ્ટી ફાર્મા 0.75 ટકા અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.51 ટકા ઘટ્યો હતો.
આ પણ વાંચો…કેન્દ્ર સરકારે આપી બ્રોકર્સને મોટી રાહત, વ્યવસાયની વ્યાખ્યા સ્પષ્ટ કરી