મનોરંજન

વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, માતાને પણ લાગ્યો ચેપ

મુંબઈઃ દેશમાં કોરોનાના વધી રેહલા કેસ વચ્ચે વધુ એક સેલિબ્રિટી કોવિડ-19ની ઝપેટમાં આવી હતી. જાણીતી એક્ટ્રેસ નિકિતા દત્તા પણ કોવિડ-19થી સંક્રમિત થઈ હતી. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, માત્ર તે જ નહીં તેના માતા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોવિડ મારી માતા અને મને નમસ્તે કહેવા આવ્યો છે. આમંત્રણ આપ્યા વગર આવેલો મહેમાન લાંબો સમય નહીં ટકે તેવી મને આશા છે. નાના ક્વોરન્ટાઈન પછી મળીએ છીએ. તમામ સુરક્ષિત રહો.

નિકિતાને કોવિડના લક્ષણોનો અનુભવ થતાં તેણે ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતાં તે ક્વોરન્ટાઈન થઈ ગઈ હતી. તે સ્વસ્થ ન થાય ત્યાં સુધીના તમામ પ્રોજેક્ટ પણ સ્થગિત કરી દીધા છે. આ પહેલા અભિનેત્રી શિલ્પા શિરોડકર કોવિડ-19થી સંક્રમિત થઈ હતી. બિગ બોસ 18ની કોન્ટેસ્ટન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, નમસ્તે મિત્રો મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.

નિકિતા દત્તા કબીર સિંહ અને જ્વેલ થીફમાં તેની ભૂમિકાના કારણે વધારે જાણીતી બની હતી. નિકિતા દત્તાનો જન્મ 13 નવેમ્બર 1990ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા ભારતીય નૌકાદળમાં રીઅર એડમિરલ હતા. તેમણે તેમનું મોટાભાગનું બાળપણ વિશાખાપટ્ટનમ અને મુંબઈમાં વિતાવ્યું છે. તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. નિકિતાએ ફેમિના મિસ ઈન્ડિયા 2012માં ભાગ લીઘો હતો અને ફાઈનલિસ્ટમાંથી એક હતી. તેણે 2014માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લેકર હમ દીવાના દિલથી અભિનયની શરૂઆત કરી હતી. 2015માં તેણે ડ્રીમ ગર્લથી ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું. તેણે ગોલ્ડ, કબીર સિંહ, ધ બિગ બુલ, ડિબ્બુક, રોકેટ ગેંગ, ઘરાટ ગણપતિ, જ્વેલ થીફ જેવી ફિલ્મોમાં શાનદાર કર્યો છે.

View this post on Instagram

A post shared by Nikita Dutta (@nikifying)

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં મે મહિનાાં કોરોનાના 95 નવા કેસ નોંધાયા છે, જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર 106 કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના મોટાભાગના કેસ નવા વેરિઅન્ટના છે અને કોઈપણ દર્દીની સ્થિતિ ગંભીર નથી બની.

આ પણ વાંચો…કોરોના રિટર્નઃ ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકર કોવિડથી સંક્રમિત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button