
નવી દિલ્હી: હાલમાં જ અમદાવાદના ચંડોળા તળાવ પાસેની ગેરકાયદે વસાહત સામે થઇ રહેલી ડીમોલીશનની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નગરિકો મળી આવ્યા હતાં, અહીંથી મળેલા 150થી વધુ બાંગ્લાદેશીઓને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. દેશના અન્ય ભાગોમાં પણ બાંગ્લાદેશી નગરિકો મળી આવ્યા છે, ખાસ કરીને ઉત્તર-પર્વના રાજ્યોમાં. બાંગ્લાદેશીને તેમના દેશ પરત મોકલવાની માંગ ઉઠી રહી છે, એવામાં ભારતના વિદેશ માત્રલાય(Ministry of external affairs)એ મહત્વનું નિવેદન આપ્યું છે.
ભારતના વિદેશ માત્રલાયે સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો છે અને તેમને તેમના દેશમાં પાછા મોકલવા (Bangladesh Citizens India to be deported) જરૂરી છે.
ભારતે બાંગ્લાદેશને 2,369 લોકોની રાષ્ટ્રીયતા ચકાસવા કહ્યું છે, જેથી તેમને તેમના દેશમાં પાછા મોકલી શકાય. આ લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં રહી રહ્યા છે.
પાંચ વર્ષથી પ્રક્રિયા બંધ:
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકોમાં ઘણા એવા છે જેમણે તેમની જેલની સજા પૂર્ણ કરી છે અને કેટલાક લોકો એવા પણ છે જેમની રાષ્ટ્રીયતાની ચકાસણી હજુ સુધી થઈ નથી. તેમણે જણાવ્યું કે આ કામ 2020 થી બંધ છે. તેમણે બાંગ્લાદેશ સરકારને ચકાસણી પ્રક્રિયા ઝડપી બનાવવા અપીલ કરી જેથી કોને બાંગ્લાદેશ પાછા મોકલવાની જરૂર છે તે અંગે નિર્ણય લઈ શકાય.
‘દેશનિકાલ કરવાની જરૂર’
રણધીર જયસ્વાલે કહ્યું, “ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ, પછી ભલે તેઓ બાંગ્લાદેશી નાગરિક હોય કે અન્ય દેશના, તેમની સાથે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભારતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો છે, જેમને દેશનિકાલ કરવાની જરૂર છે.”
આ પણ વાંચો…અમદાવાદનું ચંડોળા તળાવ ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો, ડિમોલિશનનો બીજો રાઉન્ડ આવતીકાલથી